Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

અમેરિકામાં ભારતીય મૂળની મહિલાનો દબદબો : પ્રેસિડન્ટ જો બિડેને ડોક્ટર આરતી પ્રભાકરને તેમના વિજ્ઞાન સલાહકાર તરીકે નિયુક્ત કર્યા : ઓફિસ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસી (OSTP) ડિરેક્ટર તરીકે પ્રથમ મહિલા ઇમિગ્રન્ટનો વિક્રમ ડોક્ટર આરતીના નામે

વોશિંગટન : અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ભારતીય મૂળના ડોક્ટર આરતી પ્રભાકરને તેમના વિજ્ઞાન સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. આરતીને ઓફિસ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસી (OSTP)ના ડિરેક્ટર તરીકે નોમિનેટ કરવામાં આવ્યા છે. આરતી OSTPનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા ઇમિગ્રન્ટ બન્યા છે.

આરતી લબ્બોકનો જન્મ નવી દિલ્હીમાં થયો હતો અને ટેક્સાસમાં ઉછેર થયો હતો. 1979 માં, તેમણે ટેક યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેમણે 1980માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ઓફ સાયન્સ અને 1984માં એપ્લાઇડ ફિઝિક્સમાં પીએચડી કર્યું. તે જ વર્ષે તેમને 1984માં ઓફિસ ઓફ ટેકનોલોજી એસેસમેન્ટ સાથે કોંગ્રેસની ફેલોશિપ મળી.

આ સમય દરમિયાન પ્રભાકરે લશ્કરી પ્રણાલીઓમાં નવી અદ્યતન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી સાથે સંબંધિત કાર્યક્રમો શરૂ કર્યા અને તેનું નિર્દેશન કર્યું. ત્યારબાદ 1993માં રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન દ્વારા પ્રભાકરને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ટેક્નોલોજી (NIST)ના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(1:39 pm IST)