Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

" નમો નમો વિશ્વગુરુ ભારત મેરા " : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે દુબઇ સ્થિત ભારતીય મૂળની 15 વર્ષીય કિશોરીએ ગીત ગાયું : ગીતમાં વડાપ્રધાનની રાજનૈતિક સફરની યશગાથા વર્ણવી : વતનના પ્રાકૃતિક દ્રશ્યોનું વર્ણન કર્યું

દુબઇ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ દુનિયાભરના ભારતીયોએ વિવિધ પ્રકારે ઉજવણી કરી હતી.જેમાં દુબઇ સ્થિત    ભારતીય મૂળની 15 વર્ષીય કિશોરી સુચેતા સતીશે જરા હટકે ઉજવણી કરી બતાવી હતી.જે મુજબ તેણે વડાપ્રધાનની રાજનૈતિક સફરની યશગાથા વર્ણવતું ગીત " નમો નમો વિશ્વગુરુ ભારત મેરા " ગાયું હતું.
આ ગીતમાં વડાપ્રધાને દેશના હિત માટે મેઇક ઈન ઇન્ડિયા ,સહિતના લીધેલા પગલાંઓ તેમજ ભારતનું પ્રાકૃતિક સૌંદર્ય ,સહીત વિવિધ વર્ણનોનો સમાવેશ થાય છે.
આ ગીતના લેખક મલયાલમ ગાયક અજય  ગોપાલ છે.તથા સુચેતાની મમ્મી સુમિતાએ તેનો હિન્દી અનુવાદ કર્યો છે.શારજાહના એક સ્ટુડીઓમાં તેનું રેકોર્ડિંગ કરાયું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:43 am IST)