Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

" ગુજરાતનું ગૌરવ " : અમેરિકામાં ભારતની સંસ્કૃતિ ઉજાગર કરી રહેલા NRI શ્રી સુનિલભાઈ નાયક : આજ 15 નવેમ્બરના રોજ જન્મદિવસ નિમિત્તે વરસી રહેલો શુભેચ્છા ધોધ : જીવેમ શરદઃ શતમ

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : અમેરિકામાં ભારતની સંસ્કૃતિ ઉજાગર કરી રહેલા NRI શ્રી સુનિલભાઈ નાયકનો આજ 15 નવેમ્બરના રોજ જન્મદિવસ છે. અમેરિકાની ધરતી ઉપર ભારતની સંસ્કૃતિ ઉજાગર કરી રહેલા શ્રી સુનિલભાઈ દર બે વર્ષે વિશ્વભરમાં ફેલાયેલા ભારતવાસીઓને " ચાલો ઇન્ડિયા " ના આયોજન દ્વારા અમેરિકામાં એક છત્ર હેઠળ ભેગા કરવાનો વિક્રમ ધરાવે છે.

 

AIANA ના પ્રમુખ તથા સુવિખ્યાત મોટેલિયર ઉદ્યોગપતિ શ્રી સુનિલભાઈ નાયક ઉપર આજ તેમના જન્મદિવસ નિમિત્તે ચારે દિશાઓમાંથી " જીવેમ શરદઃ શતમ ” શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. શ્રી સુનિલભાઈનું ઇમેઇલ એડ્રેસ  (suvahi@aol.com) .

(9:37 am IST)