Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

એસોસિએટ એટર્ની જનરલ પદ માટે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી વનિતા ગુપ્તાના નામને સંસદની બહાલી : અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટના ત્રીજા નંબરના સૌથી મોટા પદ ઉપર નિમણુંક મેળવનાર સૌપ્રથમ અશ્વેત વ્યક્તિ બનવાનો વિક્રમ

વોશિંગટન : અમેરિકાના પ્રાઈમ મિનિસ્ટર જો બીડને એસોસિએટ એટર્ની જનરલ પદ માટે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી વનિતા ગુપ્તાના નામની ભલામણ કરી હતી.જેને સંસદે બહાલી આપી દીધી છે.

સેનેટમાં સુશ્રી ગુપ્તાની તરફેણમાં 51 મત પડ્યા હતા. જ્યારે 49 સાંસદોએ તેમની વિરુદ્ધ મત આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે રિપબ્લિકન સેનેટર લિસા મુર્કોવસ્કીએ પોતાની પાર્ટીના મતથી પોતાને અલગ કરી દઈ  સુશ્રી  ગુપ્તાને મત આપ્યો હતો.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(8:22 pm IST)