Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

યુ.એસ.ની નેશનલ એકેડેમી ઓફ એન્જીનીઅરીંગમાં 8 ઇન્ડિયન અમેરિકન એન્જીનીઅર ચૂંટાઈ આવ્યા : આંતર રાષ્ટ્રીય મેમ્બર તરીકે ભારતના શ્રી સુધીર કે.જૈન ,તથા શ્રી જ્યેષ્ઠારાજ ભાલચંદ્ર જોશી ચૂંટાઈ આવ્યા

 
વોશિંગટન : તાજેતરમાં યુ.એસ.ની નેશનલ એકેડેમી ઓફ એન્જીનીઅરીંગમાં ચૂંટાઈ આવેલા 106 નવા મેમ્બર્સ તથા 23 આંતર રાષ્ટ્રીય મેમ્બર્સમાં  8 ઇન્ડિયન અમેરિકન તથા 2 ભારતીય એન્જીનીઅર ચૂંટાઈ આવ્યા છે.

ચૂંટાઈ આવનારા 8 ઇન્ડિયન અમેરિકન એન્જીનીઅર્સમાં શ્રી સંતોક એસ.બંદિશ ,શ્રી રાજીવ લેરોજ ,શ્રી આઝાદ એમ.મદની ,સુશ્રી સુમિતા બી.મિત્રા ,સુશ્રી ક્રિષ્ના કે.સબનાની ,શ્રી કમલ સારાબંદી ,શ્રી એસ.વી.શ્રીનિવાસન ,તથા શ્રી નિખિલ ત્રિવેદીનો સમાવેશ થાય છે.

જયારે આંતર રાષ્ટ્રીય મેમ્બર તરીકે ભારતના શ્રી સુધીર કે.જૈન ,તથા શ્રી જ્યેષ્ઠારાજ ભાલચંદ્ર જોશી ચૂંટાઈ આવ્યા હોવાનું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(8:28 pm IST)