Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

અમુક દેશોના મુસ્લિમો માટે અમેરિકામાં પ્રવેશ ઉપર મુકાયેલી પાબંદી હવે દૂર થશે : સંસદમાં વિધેયક રજૂ કરાયું : ધાર્મિક ભેદભાવ દૂર કરવાનો હેતુ : ઇન્ડિયન અમેરિકન સાંસદ એમી બેરા, રો ખન્ના, પ્રમિલા જયપાલ અને રાજા કૃષ્ણમૂર્તિ સહીત 140 ડેમોક્રેટિક સાંસદોનું બિલને સમર્થન

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ જો બીડને ચૂંટણી સમયે આપેલા વચનો પાળી બતાવવાનું શરૂ કરી દીધું છે.જે મુજબ પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ઈરાન, ઉત્તર કોરિયા, સીરિયા, લિબિયા, યમન, સોમાલિયા અને વેનેઝુએલાના લોકોને અમરિકામાં પ્રવેશ ઉપર મુકેલો પ્રતિબંધ દૂર કરતું વિધેયક સંસદમાં મૂક્યું છે.જેને ઇન્ડિયન અમેરિકન સાંસદ  અમી બેરા, રો ખન્ના, પ્રમિલા જયપાલ અને રાજા કૃષ્ણમૂર્તિ સહીત 140 ડેમોક્રેટિક સાંસદોનું સમર્થન છે.

અમુક સાંસદોના મત મુજબ ડોનાલ્ડ ટ્રમ્પએ લીધેલો નિર્ણય ઈલ્સ્લામોફોબિયાને પ્રોત્સાહિત કરનારો હતો.તથા કટ્ટરતાને ઉત્તેજન આપનારો હતો.તેમણે કહ્યું કે આ કાયદો સુનિશ્ચિત કરશે કે કોઈ પણ ભાવિ પ્રમુખ ફક્ત ધર્મના કારણે લોકો પર પ્રતિબંધ લગાવી શકે નહીં. સેનેટર કોન્સે કહ્યું કે, "અમે મુસ્લિમો પર મુસાફરી પ્રતિબંધના દુઃખદ પૃષ્ઠને પલટાવ્યું છે, પરંતુ હવે આપણે એક નવું પ્રકરણ લખવું જોઈએ જેમાં કોઈ રાષ્ટ્ર પ્રમુખ સમુદાયની વિરુદ્ધ પૂર્વગ્રહના આધારે કામ કરી શકે નહીં.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(6:33 pm IST)