Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ઇન્ડિયન અમેરિકન એન્જીનીઅર મહિલા સુશ્રી શ્રીના કુરાણીએ કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી : કેલિફોર્નિયાના 42 મા ડિસ્ટ્રિક્ટના વર્તમાન રિપબ્લિકન કોંગ્રેસમેનને પરાજિત કરવા ચૂંટણી કમપેન ચાલુ કર્યું

કેલિફોર્નિયા : ઇન્ડિયન અમેરિકન એન્જીનીઅર મહિલા સુશ્રી શ્રીના કુરાણીએ ડેમોક્રેટ તરીકે કેલિફોર્નિયાના 42 મા ડિસ્ટ્રિક્ટમાંથી  ઉમેદવારી નોંધાવી છે.તેમણે  વર્તમાન રિપબ્લિકન કોંગ્રેસમેન કેન કાલવર્ટને પરાજિત કરવા 22 જુલાઈથી ચૂંટણી કમપેન શરૂ કરી દીધું છે.

મિકેનિકલ એન્જીનીઅર સુશ્રી કુરાણીને કોમ્યુનિટી માટે યોગ્ય કારકિર્દીનો અભાવ જણાતો હોવાથી તેઓ રાષ્ટ્રીય કક્ષાએ સ્ટાર્ટ અપ બિઝનેસ દ્વારા ફંડ પૂરું પડી રોજગારી નિર્માણની નેમ ધરાવે છે. પોતે કોઈ રાજકીય વ્યક્તિ નથી પરંતુ વ્યવસાયિક છે.તથા દેશમાં રોજગારી વધારવા ,તેમજ લોકોની સલામતી તથા આરોગ્ય સુવિધા વધારવા,શિક્ષણનો વ્યાપ વધારવા ,તેમજ લોકોને પૂરતા અનાજ પાણી મળી રહે તેવા હેતુથી ઉમેદવારી નોંધાવી છે.તેમ જણાવ્યું હતું.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(1:12 pm IST)