Gujarati News

Gujarati News

News of Sunday, 23rd August 2020

" અભી બોલા અભી ફોક " : દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનની ધરતી ઉપર નથી : પાકિસ્તાને 88 આતંકવાદી સંગઠનો ઉપર મુકેલા પ્રતિબંધમાં દાઉદનું નામ તથા પ્રોપર્ટી બતાવ્યા પછી હવે ઇન્કાર : દાઉદ ઈબ્રાહિમ કરાંચીમાં છે તેવા ભારતીય મીડિયાના અહેવાલને પાકિસ્તાન વિદેશ મંત્રાલયનો રદિયો

ઇસ્લામાબાદ : પાકિસ્તાને 88 આતંકવાદી સંગઠનો ઉપર મુકેલા પ્રતિબંધમાં દાઉદનું નામ તથા પ્રોપર્ટી બતાવ્યા પછીઅભી બોલા અભી ફોક જેવું કર્યું છે.તેણે  હવે ઇન્કાર કરતા જણાવ્યું છે કે દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનની ધરતી ઉપર નથી .દાઉદ ઈબ્રાહિમ કરાંચીમાં છે તેવા ભારતીય મીડિયાના અહેવાલને પાકિસ્તાન વિદેશ મંત્રાલયએ રદિયો આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને જાહેર કરેલી આતંકવાદીઓની યાદીમાં દાઉદ ઈબ્રાહીમની કરાંચીમાં 3 પ્રોપર્ટી હોવાની પણ નોંધ જોવા મળી હતી.આ પ્રતિબંધ મુકવા પાછળનું કારણ આતંકવાદીઓને આશરો આપતા બ્લેક લિસ્ટમાંથી નીકળી જવાનું હતું. તેથી પાકિસ્તાન સરકારે આ યાદી જાહેર કરી તેમાં શામેલ આતંકીઓના બેન્ક ખાતાઓ પણ શીલ કરવામાં આવ્યા છે તેમ નોંધ્યું હતું.

 

(6:15 pm IST)