Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

અમેરિકાના ન્યૂજર્સીમાં આવેલ ગાયત્રી મંદિરમાં શ્રાવણ માસમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો : ભાદરવા માસમાં 22 ઓગસ્ટના રોજ ગણેશ સ્થાપનાનું આયોજન કરાયું : ડો.પ્રણવભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ વૈદિક પરંપરા મુજબ ઉજવાઈ રહેલા હિન્દૂ તહેવારોથી ભાવિકો ભાવવિભોર

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : તાજેતરમાં ગાયત્રી મંદિર piscataway ન્યુજર્સી દ્વારા જન્માષ્ટમી નિમિત્તે બુધવાર 12 ઓગસ્ટના રોજ દર વર્ષની માફક આ વર્ષે પણ ખુબ જ ભાવભક્તિ સભર ' કૃષ્ણ જન્મોત્સવ 'ની ઉજવણી કરાઈ હતી.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ ડો.પ્રણવભાઈ પંડ્યાજીના સીધા માર્ગદર્શન અને પ્રેરણાથી કાર્યશીલ GCC gayatri chetna center , of piscataway  દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની વૈદિક પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવે છે.જે અંતર્ગત કૃષ્ણ જન્મની ઉજવણીનું આયોજન હાથ ધરાયેલ.ચાલુ વર્કિંગ દિવસોમાં પણ piscataway ની આજુબાજુમાં રહેતા ભાવિક ધર્મપ્રિય ભક્તો રાત્રીના 8 કલાકે ગાયત્રી મંદિરના હોલમાં ઉપસ્થિત રહ્યા હતા.રાત્રીના 9 કલાકે ન્યૂજર્સીના પ્રખ્યાત ભજનિક શ્રી ઉમેશભાઈ પટેલ તથા ગ્રુપ દ્વારા કૃષ્ણ ભજનો ,કૃષ્ણ ધૂનનો ભાવપૂર્ણ ભક્તિ સંગીત કાર્યક્રમ શરૂ થયેલ.
ઉપસ્થિત તમામ ભક્તજનો સરકારી ન્યુજર્સી રાજ્યની તથા CDC  ના કાયદા કાનૂન ,ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરીને ,સોશિઅલ ડિસ્ટન્સ પણ ફોલો કરીને શિસ્તબદ્ધ રીતે ભજનનું સ્તવન કરી રહ્યા હતા.ગાયત્રી ચેતના સેન્ટર ,ન્યૂજર્સીના ફેસબૂક પેજ તથા યુટ્યુબ ચેનલ GCC NJ પણ લાઈવ પ્રસારણ દ્વારા ગાયત્રી મંદિરના પરિજનો ,ભક્તોએ કૃષ્ણ જન્મોત્સવના દર્શનનો આધ્યાત્મિક લાભ લઇ ધન્ય બન્યા હતા.
ઓગસ્ટ 22 ના રોજ GCC મંદિરમાં ગણેશ સ્થાપનાનું આયોજન કરાયું હતું.જે અંતર્ગત ભજનિક ઉમેશભાઈ પટેલ ગ્રુપ દ્વારા ભજન ,સંગીત ,ગરબા ,રાસનો કાર્યક્રમ હાથ ધરાયેલ .જેનો લાભ લેવા ભક્તોને આમંત્રણ પાઠવાયેલ .

(11:10 am IST)