Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીય પરિવારની 15 વર્ષીય યુવતી નેહા શુકલાની કમાલ : સોશિઅલ ડિસ્ટન્સ ડિવાઇસ બનાવ્યું : કોઈ વ્યક્તિ પોતાનાથી 6 ફૂટની અંદરની જગ્યામાં આવશે તો વાઈબ્રેશન સાથે બીપ બીપ સાયરન વગાડશે

યુ. એસ. : અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીય પરિવારની 15 વર્ષીય યુવતી નેહા શુકલાએ કમાલ કરી બતાવી છે.જેણે કોરોના મહામારી વચ્ચેના ફાજલ સમયમાં એક ખુબ ઉપયોગી ડિવાઇસ બનાવ્યું છે.જે સોશિઅલ ડિસ્ટન્સ જાળવવામાં મદદ કરશે.
ટોપીમાં રાખી તેનો ઉપયોગ કરી શકાય તેવા ટોપી આકારના આ ડિવાઇસ સાથેની વ્યક્તિથી 6 ફૂટ સુધીના અંતરમાં કોઈ વ્યક્તિ આવશે તો તે તુરંત વાઈબ્રેશન  બીપ બીપ સાયરન વગાડી  સાવચેત કરશે .
આ ડિવાઇસ અલ્ટ્રાસોનિક સેન્સર અને માઈક્રો પ્રોસેસરનો ઉપયોગ કરે છે.અમેરિકામાં પણ ભારતના બુદ્ધિધનનો પરચો દેખાડી દેનાર આ 15 વર્ષીય કિશોરી નેહા શુક્લાની સહુ પ્રશંસા કરી રહ્યા છે.

(1:43 pm IST)