Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

અમેરિકાની રક્ષા માટે વધુ 4 વર્ષ ડોનાલ્ડ ટ્રમ્પની ખાસ જરૂર છે : વાઇસ પ્રેસિડન્ટ પદના રિપબ્લિકન ઉમેદવાર માઈક પેન્સનું રાષ્ટ્રીય અધિવેશનમાં ઉદબોધન

વોશિંગટન : રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશમાં ત્રીજા દિવસે વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર 61 વર્ષીય માઈક પેંસએ  ઉમેદવારી પત્રક ભર્યું હતું .આ તકે તેમણે જણાવ્યું હતું કે અમેરિકાની રક્ષા માટે વધુ  4 વર્ષ ડોનાલ્ડ ટ્રમ્પની ખાસ જરૂર છે .
           તેમણે કહ્યું હતું કે વર્તમાન સમય પડકાર રૂપ છે.તેવા સંજોગોમાં દુશ્મનને હરાવવા અને દેશની લોકશાહીને બચાવવા ટ્રમ્પ જેવા પ્રેસિડન્ટ જરૂરી છે.જેના ઉપર અમેરિકાના નાગરિકોને ભરોસો છે.
           ઉલ્લેખનીય છે કે નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન વચ્ચે સ્પર્ધા છે.જયારે વાઇસ પ્રેસિડન્ટ પદ માટે રિપબ્લિકન માઈક પેંસ અને ડેમોક્રેટ ઉમેદવાર ભારતીય મૂળના સેનેટર મહિલા સુશ્રી કમલા હેરિસ વચ્ચે સ્પર્ધા છે.

(7:23 pm IST)
  • એસ.બી.આઈ.ના ચેરમેનની પસંદગી કરવા માટે બેન્ક બોર્ડ બ્યુરોની આવતીકાલ શુક્રવારે મિટિંગ : વર્તમાન ચેરમેન રજનીશ કુમારની મુદત ઓક્ટોબર માસમાં પુરી થાય છે : નવા ચેરમેન તરીકે રજનીશ કુમાર સહીતના ચાર ઉમેદવારો વચ્ચે સ્પર્ધા : આઈ.એફ.સી.આઈ.ના મેનેજીંગ ડિરેક્ટર તથા જાહેર ક્ષેત્રની બેંકોના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની પણ પસંદગી કરવાનો એજન્ડા મિટિંગમાં શામેલ access_time 7:50 pm IST

  • કર્ણાટક સરકારનો મોટો નિર્ણયઃ કર્ણાટકમાં તા.૧ ઓકટોબરથી કોલેજ ખુલશે access_time 11:41 pm IST

  • માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે બુધવારે દેશભરના ટોલ ફી પ્લાઝા પર વળતર પ્રવાસની છૂટ અથવા અન્ય કોઈપણ છૂટ મેળવવા માટે FASTag નો ઉપયોગ ફરજિયાત બનાવી દીધો છે access_time 11:09 pm IST