Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

' ફાઇઝર બૂસ્ટર ડોઝ ' : 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે યુ.એસ.ના ન્યૂજર્સીમાં કરાયેલી વ્યવસ્થા : પ્રિસ્ક્રિપ્શન વિના કોઈપણ રસીકરણ સ્થળે બૂસ્ટર શોટ ની સુવિધા

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : ફાઇઝર બૂસ્ટર ડોઝ હવે ન્યુ જર્સીમાં 65+ અને ઉચ્ચ જોખમ ધરાવતા વ્યક્તિઓ માટે ઉપલબ્ધ છે.

જો તમારી ઉંમર 65 કે તેથી વધુ છે, લાંબા ગાળાની તબીબી સંભાળ જરૂરી હોવા સાથે અથવા તમારી નોકરીને કારણે કોવિડ -19 સંક્રમણના વધતા જોખમમાં તમે હવે ઓછામાં ઓછા છ, ફાઇઝર બૂસ્ટર શોટ માટે પાત્ર છો. તમારા બીજા ફાઇઝર શોટના 6 મહિના પછી લઇ શકો છો.

રસીકરણ પ્રિસ્ક્રિપ્શન વિના કોઈપણ વર્તમાન રસીકરણ સ્થળે કરી શકાય છે.

સીડીસીએ જાહેરાત કરી છે કે તેઓ મોર્ડેના અથવા જોન્સન એન્ડ જોહ્ન્સન રસી મેળવનારા લોકો માટે તેમજ લોકોના અન્ય જૂથો માટે વધારાની ભલામણો કરવા માટે તાત્કાલિક ઉપલબ્ધ ડેટાનું મૂલ્યાંકન કરી રહ્યા છે. તેવું શ્રી નિરંજન જોશીની યાદી જણાવે છે.

(12:52 pm IST)