Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

' સર્વ પિતૃ શ્રાદ્ધ તર્પણ વિધિ ' : અમેરિકાના ન્યૂજર્સીમાં ગાયત્રી ચેતના સેન્ટરના ઉપક્રમે 25 સપ્ટેમ્બરના રોજ આયોજિત સર્વ પિતૃ શ્રાદ્ધ તર્પણ વિધિ સંપન્ન : વિનામૂલ્યે યોજાયેલ વિધિનો 200 જેટલા લોકોએ લાભ લઇ પોતાના પિતૃઓના આશીર્વાદ મેળવ્યા


દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : અમેરિકામાં ન્યુજર્સી સ્થિત ગાયત્રી મંદિર દ્વારા છેલ્લા 15 વર્ષથી સતત ' સર્વ પિતૃ શ્રાદ્ધ તર્પણ વિધિ ' નું આયોજન હિન્દૂ સંસ્કાર વિધિ દ્વારા જાહેર જનતાના લાભાર્થે કરવામાં આવી રહેલ છે.

સર્વ પિતૃ અમાવાસ્યા રવિવાર 25 સપ્ટેમ્બરના રોજ સાંજના 4 -00 કલાકે શ્રી ગાયત્રી ચેતના સેન્ટર દ્વારા પિતૃ શ્રાદ્ધ તર્પણ વિધિનું આયોજન સંપન્ન બનેલ .


ગાયત્રી ચેતના સેન્ટર ન્યુજર્સી પૂ.પંડિત શ્રી રામશર્મા આચાર્ય અને માતા ભગવતી દેવી શર્માના સૂક્ષ્મ સંચાલન તથા શ્રદ્ધેય શ્રી ડો.પ્રણવ પંડ્યા તથા શ્રદ્ધેયા શૈલ જીજીના માર્ગદર્શન અને પ્રેરણા થકી યુગ નિર્માણ યોજનાનું ભવ્ય કાર્ય કરી રહ્યું છે.પૂજામાં બેસવા માટે કોઈ ચાર્જ -ફી રાખેલી ન હતી.piscataway n.j.ખાતે ઉપસ્થિત તમામ ભક્તો માટે હિન્દૂ સંસ્કૃતિ મુજબ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા સામગ્રી ,પીંડ ,થાળી ,ફૂલ ,અબીલ ,ગુલાલ ,જળ ,તથા શ્રાદ્ધ સાંયોગિક સંપૂર્ણ વ્યવસ્થા ગાયત્રી મંદિર દ્વારા કરવામાં આવી હતી. પિતૃ તર્પણ શ્રાદ્ધ વિધિમાં આજુબાજુના વિસ્તારના 200 જેટલા લોકોએ ખુબ જ ભાવપૂર્વક જોડાઈને લાભ લીધો હતો. ગાયત્રી મંદિરના આદરણીય પ્રજ્ઞાપુત્રી ટીનાબેન મિસ્ત્રી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રાદ્ધ પિતૃ તર્પણનો સમૂહ કાર્યક્રમ સંપન્ન બનેલ .

વિધિમાં બેસનાર દરેક ઉપસ્થિતને પોતાના સ્વર્ગસ્થના નામ અને ગોત્રના નામ બોલાવીને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરાવવામાં આવ્યા હતા.પોતાના મૃત પિતૃઓ માટે શ્રદ્ધા પૂર્વક કરવામાં આવેલું વિશેષ કર્મ શ્રાદ્ધ કરાવવાથી શ્રાધ્ધકર્તા આવાગમનના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે.તેમ પ્રજ્ઞાપુત્રી ટીનાબેન ( ઉર્ફે વત્સલાબેન ) દ્વારા વિગતે છણાવટ કરીને સમજણઆપવામાં આવી હતી. ગાયત્રી સેન્ટરના કાર્યકર્તાઓના સેવા સંકલ્પ તથા સમયદાનથી મહાન કાર્ય પૂર્ણ થયેલ . 

 

(6:36 pm IST)