Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

'વડીલ-વંદના' : અમેરિકાના ન્યૂજર્સીમાં આવેલા પેન્ર્સીલવેનીઆમાં

“ ફીસાના ” ના ઉપક્રમે 20 મો વાર્ષિક દીપાવલી મહોત્સવ ઉજવાયો : સ્વાસ્થ્ય , મેડિકેર -મેડીકેઇડ, આધ્યાત્મિકતા ,કોમ્પ્યુટર -સ્માર્ટ ફોન ,સહીત તમામ ક્ષેત્રે વડીલોમાં જાગરૂકતા લાવવાનો હેતુ : ડેપ્યુટી કોન્સ્યુલર જનરલ ઓફ ઇન્ડિયા ડો.વરુણજીએ હાજરી આપી : એવોર્ડ વિતરણ ,મહાનુભાવોના પ્રવચનો ,એન્ટરટેઇન્મેન્ટ ,તથા બોજન સમારંભના આયોજનથી વડીલો ખુશખુશાલ

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : અમેરિકાના ન્યૂજર્સીમાં આવેલા પેન્ર્સીલવેનીઆમાં બુધવાર 17 નવેમ્બર , 2021 ના રોજ ફેડરેશન ઓફ ઇન્ડો-અમેરિકન સિનિયર્સ એશોશિએશન ઓફ નોર્થ અમેરિકા (ફીસાના)ના ઉપક્રમે રોયલ આલબર્ટ હૉલમાં 20 મો વાર્ષિક દીપાવલી મહોત્સવ 'વડીલ-વંદના' ઉજવાઈ ગયો.

ન્યુજર્સી-પેન્ર્સીલવેનીઆના વડીલોના અઢાર મંડળોના સંઘ “ ફીસાના ”  ની સ્થાપના સન ૨૦૦૧માં થઈ હતી. વડીલોના હિતમાં કાર્યરત રહેવાનું તથા સ્વાસ્થ્ય ,મેડીકર-મેડીકેઇડ, ર્સબંધ સાચવણી ,આધ્યાત્મિકતા ,કોમ્પ્યુટર -સ્માર્ટ ફોન વગેરે વિષે વડીલોમાં જાગરુકતા લાવવાનું કાર્ય
ફિસનાના એકમાત્ર ધ્યેયરૂપ રહ્યા છે.

આ તકે ફીસાના અધ્યક્ષ અને આધાર સ્તંભ શ્રી દીપકભાઈ શાહ,
ફીસાના પ્રમુખ શ્રી રતિભાઈ પટેલ, કાર્યક્રમ મંત્રી શ્રી વિષ્ણુભાઈ પટેલની દોરવણી હેઠળ કાર્યવાહક સમિતિ ,અને સદસ્ય વડીલ મંડળોના સહકારથી ૫૦૦ ઉપરાંત મહેમાનોની હાજરીમાં દીપાવલી મહોત્સવ રોયલ આલબર્ટ હૉલમાં ઉજવાયો હતો.

મહોત્સવના ઉપક્રમે ગુજરાતી જનસમાજના પાંચ અગ્રણીઓ – TVASIAના કર્તાહર્તા પદ્મશ્રી ડો. એચ. આર.શાહ (Media Baron & Community Activist), વ્રજહવેલીના સ્થાપક-પરામર્શક પૂજ્ય શ્રી પ્રમોદભાઈ (Cultural & Religious Heritage Propagation),  ન્યુયોર્કના ગુજરાતી સમાજના  સ્થાપક શ્રી વિષ્ણુભાઈ પટેલ (Gujarati
Community Service), ન્યુયોર્ક વડીલ મંડળના પ્રણેતા-આધારસ્તભં શ્રી મકુુંદભાઈ મહેતા (Senior Community Service), FIAના સ્થાપક-અગ્રણી સ્વર્ગસ્થ શ્રી રમેશભાઈ પટેલ (Community leadership) – નું
Lifetime Achievement Award થી બહુમાન કરવામાં આવ્યું હતું. શ્રી રમેશભાઈ પટેલનો એવોર્ડ એમના ધર્મપત્ની શ્રીમતી શુચિતાબેન પટેલ તથા દીકરી સુશ્રી મનીષા પટેલે સ્વીકાર્યો હતો.

સહુ અગ્રણીઓની સાથે ડેપ્યુટી કોન્સ્યુલર  જનરલ ઓફ ઇન્ડિયા ડો.વરુણજી ,  ITV અને ગુજરાત ટાઇમ્સના કર્તાહર્તા પદ્મશ્રી ડો.સુધીરભાઈ પરીખ અને રોયલ આલબર્ટ  હોલના શ્રી  આલબર્ટ જસાણીએ પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતા.શ્રી દીપકભાઈ તથા શ્રી રતિભાઈએ પણ સહુ વડીલોને  પ્રોત્સાહિત કરે એવા પ્રવચ નો કર્યા હતા. શ્રી રાતીભાઈએ  ફીસાનાના ભૂતપૂર્વ પ્રમુખો તથા સદસ્ય વડીલ મંડળોના પ્રમુખોનું પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું અને ફીસાનાની કાર્યવાહક સમિતિના સદસ્યોની ઓળખ આપી હતી. શ્રી વિષ્ણુભાઈ પટેલે સહુનો આભાર માન્યો હતો.

શ્રી વિષ્ણુભાઈ પટેલની સુહૃદમ એન્ટરટેનમેંટ સંસ્થા તરફથી આયોજિત મનોરંજન કાર્યક્રમમાં જગપ્રસિદ્ધ ગાયકો લાલીત્ય મુન્શા, પ્રકાશ પરમાર, વિદ્યા દવે અને અલીએ સુમધુર સંગીત રેલાવતા વાદક વૃંદ સાથે કર્ણપ્રિય ગીતો ગાઈને સુમધુર વાતાવરણ સર્જ્યું હતું. સહુ મહેમાનોએ સ્વાદિષ્ટ ભોજન પ્રેમથી માણ્યું હતું. ગીત સંગીત કાર્યક્રમનુ સંચાલન EBC Radioના RJ શિવા માથુરે કુશળતાથી સંભાળ્યું હતું . જયારે બાકીના સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફ્લોરીડાવાર્સી શ્રી હસમુખ શાહે કુનેહથી સંભાળ્યું હતું. તેવું શ્રી વિષ્ણુ પટેલની .યાદી જણાવે છે.

(12:20 pm IST)