Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

" ગણપતિ દાદા મોરિયા " : યુ.એસ.માં દ્વારકાધીશ મંદિર પાર્લીન ન્યુજર્સી મુકામે 22 ઓગસ્ટથી શરૂ થયો " ગણેશ ઉત્સવ " : કોવિદ-19 ની ગાઇડલાઇન સાથે દૈનંદિન પૂજા તથા આરતી, દ્વારા થઇ રહેલી ભાવભેર ઉજવણી : 30 ઓગસ્ટના રોજ ગણેશ વિસર્જન

દિપ્તીબેન જાની દ્વારા : ન્યુજર્સી : " ગણપતિ દાદા મોરિયા ".  યુ.એસ.માં દ્વારકાધીશ મંદિર 717,વોશિંગટન રોડ , પાર્લીન ન્યુજર્સી મુકામે સતત બીજા વર્ષે  22 ઓગસ્ટ 2020 થી  " ગણેશ ઉત્સવ " શરૂ કરાયો છે.
ઉત્સવ અંતર્ગત સોશિઅલ ડીસ્ટન્સનું પાલન ,ફેસ માસ્ક ,સહીત સરકારી ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત દૈનંદિન પૂજા તથા ,આરતી કરવામાં આવે છે. દરરોજ મીડિયા પ્રસારણ દ્વારા નિદર્શન કરાવાઈ રહ્યું છે. તથા 29 ઓગસ્ટના રોજ સાંજે 7-30 થી 8-30 દરમિયાન  ભારતથી શ્રી દીપકકુમારનું  ઓનલાઇન બૉલીવુડ મ્યુઝિક નું આયોજન કરાયું છે.17 ફૂટની ગણેશજીની મૂર્તિ ઉપરાંત નાની મૂર્તિ તૈયાર કરાઈ છે.  જેનું 30 ઓગસ્ટના રોજ પાણીની ડોલમાં વિસર્જન કરાશે .
ઉજવણીના ગ્રાન્ડ સ્પોન્સર તરીકે શ્રી સમીર પરીખ તથા ગોલ્ડ સ્પોન્સર તરીકે શ્રી ધીરજ પારેખ છે.સ્પોન્સરશિપ માટે તથા વિશેષ માહિતી  કોન્ટેક નંબર 732-254-0061 દ્વારા અથવા www.dwarkadhishtemple.org દ્વારા મળી શકશે .

(2:18 pm IST)