Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

" સપોર્ટ એ ચાઈલ્ડ ( SAC ) " : ભારતના જરૂરિયાતમંદ બાળકોને ,શિક્ષણ ,આહાર ,સ્વાસ્થ્ય ,તથા આશરો આપતું VHPA સંચાલિત નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન : બાળકોના લાભાર્થે 29 ઓગસ્ટથી 10 ઓક્ટોબર દરમિયાન ઓનલાઇન ફન્ડરેઇઝિંગ પ્રોગ્રામ સાથે વર્ચ્યુઅલ મનોરંજન કાર્યક્રમોની હારમાળા

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : ભારતના જરૂરિયાતમંદ બાળકોને ,શિક્ષણ ,આહાર ,સ્વાસ્થ્ય ,તથા આશરો આપતા  VHPA સંચાલિત નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ બાળકોના લાભાર્થે 29 ઓગસ્ટથી 10 ઓક્ટોબર દરમિયાન ઓનલાઇન ફન્ડરેઇઝિંગ પ્રોગ્રામ સાથે વર્ચ્યુઅલ મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
આ કાર્યક્રમો અંતર્ગત 29 ઓગસ્ટના રોજ રાત્રે 8-30 કલાકે ( EST ) ' જીવન કે રંગ ,હંસી કે સંગ ' ,હાસ્ય કવિ સંમેલનનું આયોજન કરાયું છે.જેમાં નામાંકિત કવિઓ ભાગ લેશે.
12 સપ્ટેમ્બરના રોજ ' અતિથિ દેવો ભવ ' મ્યુઝિક અને ડાન્સ સાથે ભારત દર્શનનું આયોજન કરાયું છે.જેનો સમય રાત્રે 8-30 કલાક ( EST )નો રહેશે.
26 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8-30 કલાકે ( EST )' સૂરીલી શામ આપકે નામ ' બોલીવુડ મ્યુઝિક શો યોજાશે.જેમાં ઇન્ડિયન આઇડોલ ફેમ મિતેષ ગૌર તથા સાથી કલાકારો ભાગ લેશે.
 બાદમાં 10 ઓક્ટોબરના રોજ રાત્રે 8-30 કલાકે ( EST )સંતુર તથા મોહન વીણાના સુભગ સમન્વય સમાન ' સુર સંગમ ' પ્રોગ્રામ યોજાશે .
વિનામૂલ્યે આ વર્ચ્યુઅલ મનોરંજન શો માણવા માટે supportachildusa.org/sac2020shows અથવા યુટ્યુબ દ્વારા   supportachildusa ની વિઝીટ લઇ શકો છો.
સપોર્ટ એ ચાઈલ્ડ દ્વારા ભેગું થતું ફંડ સેવા ભારતી ,સેવા ધામ ,વિવેકાનંદ કેન્દ્ર ,તથા ભારત કલ્યાણ પ્રતિષ્ઠાન સંચાલિત હોસ્ટેલ્સ માટે વપરાય છે.જ્યાં બાળકો 1 થી 12 ધોરણ સુધીનું શિક્ષણ મેળવે છે.કોઈપણ વ્યક્તિ એક બાળક માટે વાર્ષિક 250 ડોલર આપી મદદરૂપ થઇ શકે છે.2019 ની સાલમાં સપોર્ટ એ ચાઈલ્ડ દ્વારા ભારતના 3064 બાળકોને લાભ અપાયો હતો.ઓર્ગેનાઈઝેશનને અપાતું ડોનેશન ટેક્સ ફ્રી છે.જે માટે ઇમેઇલ request SAC  @gmail.com દ્વારા અથવા કોન્ટેક નંબર ( 513) 953-9580 દ્વારા સંપર્ક સાધી શકાય છે.તેમજ sacusa.org વિઝીટ કરી શકાય છે.
વિશેષ માહિતી માટે સુશ્રી રેણું ગુપ્તા કોન્ટેક નંબર 248-320-7281 દ્વારા અથવા સુશ્રી નીલમ જયસ્વાલ કોન્ટેક નંબર 513-767-3535 દ્વારા સંપર્ક સાધવા VHPA ની યાદીમાં  જણાવાયું છે.

(7:42 pm IST)