Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

' પ્રાગટ્ય ભયો નંદલાલ " : યુ.એસ.માં વલ્લભ ધામ હવેલી નેવીન્ગટન કનેક્ટીકટ મુકામે 12 ઓગસ્ટના રોજ કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવાયો : 13 ઓગસ્ટના રોજ નંદ મહોત્સવની ઉજવણી કરાઈ : ભજન સંધ્યા ,લાઈવ ડાયરો ,તથા મહાપ્રસાદ સહિતના આયોજનોથી ભાવિકો ભાવવિભોર

કનેક્ટીકટ :  યુ.એસ.માં વલ્લભ ધામ હવેલી નેવીન્ગટન કનેક્ટીકટ મુકામે 12 ઓગસ્ટના રોજ કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવાયો હતો.જે અંતર્ગત સવારે પંચામૃત સ્નાન ,શ્રીંગાર દર્શન ,રાજભોગ દર્શન ,તથા સાંજે સંધ્યા દર્શન ,શયન દર્શન ,તથા જાગરણ દર્શન બાદ રાત્રે 12 કલાકે ' ' પ્રાગટ્ય ભયો નંદલાલ "સાથે ભારે ભાવપૂર્વક કૃષ્ણ જન્મ દર્શન કરાયા હતા.
 13 ઓગસ્ટના રોજ નંદ મહોત્સવની ઉજવણી કરાઈ હતી.જે અંતર્ગત  ભજન સંધ્યા ,લાઈવ ડાયરો ,તથા મહાપ્રસાદ સહિતના આયોજનો કરાયા હતા.જેનાથી ભાવિકો ભાવવિભોર થયા હતા.તેવું જાણવા મળે છે.

   

(8:24 pm IST)