Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

જાપાનના પ્રાઈમ મિનિસ્ટર શિંજો આબેની તબિયત નાજુક : હોદ્દા ઉપરથી રાજીનામુ દેવાની તૈયારીમાં : સપ્ટેમ્બર 2021 માં મુદત પુરી થાય છે

ટોક્યો : જાપાનના પ્રાઈમ મિનિસ્ટર શિંજો આબેની તબિયત કેટલાક સમયથી નાજુક અવસ્થામાં હોવાનું જાણવા મળે છે.તેઓને અવારનવાર હોસ્પિટલમાં દાખલ થવું પડે છે.છેલ્લા એક સપ્તાહમાં તેમને બે વખત હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.તેથી ટૂંક સમયમાં જ તેઓ હોદ્દા ઉપરથી રાજીનામુ આપે તેવી શક્યતા છે.

શિંજો અંબેના રાજીનામાની વાતથી દેશનું શેર બજાર પટકાયું છે.જોકે સત્તાધારી પાર્ટીના જણાવ્યા મુજબ પ્રાઈમ મિનિસ્ટરની તબિયત બરાબર રહેતી ન હોવાથી તેમના રાજીનામાની અફવા ફેલાઈ રહી છે.
ઉલ્લેખનીય  છે કે શિંજો છેલ્લા 8 વર્ષથી પ્રાઈમ મિનિસ્ટર તરીકે જવાબદારી સાંભળી રહ્યા છે.તેમના હોદ્દાની મુદત સપ્ટેમ્બર 2021 માં પુરી થાય છે 

(12:48 pm IST)
  • મુહર્રમ જુલુસની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી : કોરોનાકાળમાં લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી ન શકાય : જો જુલુસ નીકળે તો અરાજકતા ફેલાશે : મુહર્રમ જુલુસ માટે કોઇ સ્પષ્ટ સ્થળ નથી હોતું કે જયાં સાવધાની રાખી શકાય access_time 3:49 pm IST

  • કોરોના કાળમાં મધ્‍યપ્રદેશની શિવરાજ સરકારનો મોટો નિર્ણય : લોકોના બાકી રહેલ વીજ બીલ માફ કરવા જાહેરાત : સરકારના આદેશ મુજબ ૧ કિલો વોટ કનેકશન ધરાવતા ગ્રાહકોએ ઓગષ્‍ટ સુધીના તમામ બાકી ચૂકવણા કરી દીધા હતા : લોકોએ હવે એક મહિના માટે બીલ ચૂકવવુ પડશે : બાકીનું બીલ માફ કરાયુ access_time 5:17 pm IST

  • રાજકોટ ઇલેક્ટ્રિક એસોસિએશન ના પ્રમુખ - અગ્રણી વેપારી શ્રી બળવંતભાઈ પુજારા નું કોરોનાથી દુઃખદ નિધન : સગા - સ્નેહીઓ અને વેપારી આલમમાં ફેલાયું શોક નું મોજું access_time 12:05 am IST