Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

ટ્રાવેલ બાનને કારણે ભારતમાં ફસાયેલી ઇન્ડિયન અમેરિકન મધર માટે ' ગો ફંડ મી ' નું લોન્ચિંગ કરાયું : વતનમાં પિતાનું અને અમેરિકામાં પતિનું મોત થતા મહિલા હતપ્રભ : એડિસન સ્થિત ભારતીયોએ 1 લાખ ડોલરના લક્ષ્યાંક સાથે લોન્ચિંગ કરેલા અભિયાન અંતર્ગત 49 હજાર ડોલર ભેગા થઇ ગયા

ન્યુજર્સી : ટ્રાવેલ બાનને  કારણે ભારતમાં ફસાયેલી ઇન્ડિયન અમેરિકન મધર માટે ' ગો ફંડ મી ' નું લોન્ચિંગ કરાયું  છે. પિતાની ખબર કાઢવા ભારત આવેલી  ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કિરણ શુકલા  હજુ સુધી અમેરિકા પરત જઈ શકી નથી. અમેરિકાના પ્રેસિડન્ટ જો બીડને 4 મે ના રોજ ભારતથી આવતા યાત્રિકો માટે રોક લગાવી દેતા વતન ભારતમાં તેના પિતાનું અને અમેરિકામાં તેના પતિનું નિધન થવા છતાં તે પતિની અંતિમ યાત્રામાં પણ ભાગ લઇ શકી નહોતી

19 વર્ષીય જુવાન પુત્રના કોલેજ અભ્યાસ માટે તથા મહિલા માટે 1 લાખ ડોલર ભેગા કરવાના અભિયાન સાથે સ્થાનિક ભારતીયોએ  શરૂ કરેલા  ' ગો ફંડ મી ' ને 28 મે સુધીમાં મળેલા પ્રતિભાવ મુજબ 49 હજાર ડોલર ભેગા થઇ ગયા છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:47 pm IST)