Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ટેક્‍સાસમાં બીજા દિવસે સ્‍કૂલ પાસેથી રાઈફલ સાથે વિદ્યાર્થીની ધરપકડ

ગઈકાલે ઉવાલ્‍ડેની સ્‍કૂલમાં શૂટિંગમાં ૧૯ વિદ્યાર્થીઓ અને ૩ શિક્ષકો સહીત ૨૨ લોકોના મળત્‍યુ થયા હતા

 ટેક્‍સાસ,તા.૨૬: અમેરિકાના ટેક્‍સાસની સ્‍કૂલમાં થયેલા ગોળીબારમાં મોતના આઘાતમાંથી લોકો બહાર આવ્‍યા ન હતા ત્‍યાં જ સ્‍કૂલની બહાર એક વિદ્યાર્થી હથિયાર સાથે ઝડપાઈ ગયો હતો.

 ગઈકાલે ઉવાલ્‍ડેના એક સ્‍કૂલમાં શૂટિંગમાં ૧૯ વિદ્યાર્થીઓ અને ૩ શિક્ષકો સહીત ૨૨ લોકોના મળત્‍યુ થઈ ગયા હતા. મીડિયામાં બુધવારે આા ઘટનાનો ખુલાસો થયો હતો. બુધવારે જ પોલીસે ટેક્‍સાસના રિચર્ડસન હાઈ સ્‍કૂલ તરફ જઈ રહેલા શંકાસ્‍પદની રાઈફલ સાથે ધરપકડ કરી હતી.

 રિચર્ડસન પોલીસ વિભાગે એક પ્રેસ રિલીઝમાં કહ્યું કે, ૨૫ મેના રોજ સવારે ૧૦:૫૫ વાગ્‍યે રિચર્ડસન પોલીસ વિભાગ પર ઈસ્‍ટ સ્‍પિં્રગ વેલી રોડથી ૧૫૦૦ બ્‍લોક પરથી એક ફોન આવ્‍યો હતો. તેમાં એક વિદ્યાર્થીના હાથમાં રાઈફલ હોવાની સૂચના આપવામાં આવી હતી. તેને ૧૬૦૦ ઈસ્‍ટ સ્‍પિં્રગ વેલી રોડ પર સ્‍થિત બર્કનર હાઈ સ્‍કૂલ તરફ જતા જોયો હતો.

 પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્‍યું કે, કોલ આવ્‍યાના થોડી જ મિનિટોની અંદર રિચર્ડસન પોલીસ વિભાગે અનેક પોલીસ અધિકારીઓએ બર્કનર હાઈસ્‍કૂલને રિસપોન્‍સ આપ્‍યો. મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્‍યું હતું. શંકાસ્‍પદ બર્કનર હાઈસ્‍કૂલની અંદર હતો પરંતુ તેની પાસે કોઈ હથિયાર ન મળ્‍યું.

 પોલીસની ટીમે સ્‍કૂલની ર્પાકિંગમાં શંકાસ્‍પદની ગાડીની તપાસ હાથ ધરી હતી. ત્‍યાંથી AK-47 સ્‍ટાઈલની પિસ્‍તોલ અને AR-15 સ્‍ટાઈલની ઓર્બિસ રાઈફલ મળી આવી હતી. પોલીસે જણાવ્‍યું કે, શંકાસ્‍પદ યુવાનની સ્‍કૂલમાં ગેરકાયદેસર હથિયાર લઈ જવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

(3:31 pm IST)