Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

બ્રિટન સ્થિત ભારતીય મૂળના યુવાન ચિન્મય પટેલને 9 વર્ષની જેલ : ડેટિંગ સાઈટ દ્વારા મુલાકાત કરી મહિલા ઉપર બળાત્કાર કર્યો

લંડન : બ્રિટન સ્થિત ભારતીય મૂળના યુવાન 34 વર્ષીય  ચિન્મય પટેલને 9 વર્ષની જેલસજા થઇ છે.

ચિન્મયને શાદી ડોટ કોમ ઉપર ડેટ નક્કી થયા પછી એક યુવતી સાથે રૂબરૂ મુલાકાત થઇ હતી. તેણે આ યુવતીને પ્રથમ મુલાકાતમાં જ કિસ કરવાની કોશિષ કરતા યુવતીએ જણાવ્યું હતું કે હું પ્રથમ મુલાકાતમાં કિસ કરવામાં માનતી નથી.

પરંતુ ત્યાર પછી તે યુવતીને ફ્લેટ ઉપર લઇ ગયો હતો. જ્યાં તેના ઉપર બળાત્કાર કર્યો હતો. બાદમાં થોડા દિવસ પછી બીજીવાર બોલાવી બળાત્કાર  કર્યો હતો. તેથી યુવતીએ ફરિયાદ નોંધાવતા જેલસજા થઇ હતી. પરંતુ જામીન  ઉપર છૂટ્યા પછી પણ તેણે  બે વખત બળાત્કાર કરતા નામદાર કોર્ટે તેને 9 વર્ષની જેલસજા ફરમાવી છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(12:06 pm IST)