Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

AAPI વિક્ટરી એલાયન્સના એડવાઈઝર બોર્ડમાં નવા હોદેદારો ઉમેરાયા : જુદા જુદા ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી બજાવનારા એશિયન અમેરિકનોને સ્થાન અપાયું

વોશિંગટન : એશિયન અમેરિકન પેસિફિક આઇલેંડર ( AAPI  ) વિક્ટરી એલાયન્સના એડવાઈઝર બોર્ડમાં નવા હોદેદારો ઉમેરવામાં આવ્યા છે. જે અંતર્ગત જુદા જુદા ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી બજાવનારા એશિયન અમેરિકનોને સ્થાન આપવામાં આવ્યું છે. જેઓ સરકાર સમક્ષ પોતાના ક્ષેત્રના એશિયન પ્રજાજનોના પ્રશ્નોને વાચા આપી શકે.

નવા હોદેદારોમાં ઇન્ડિયન અમેરિકન લોયર શ્રી અંકુર ગોયલ , શ્રી કેટી કાલવોડ ,શ્રી જેફ યાંગ , શ્રી લાલા વુ તથા  ઇરાનિયન અમેરિકન સુશ્રીસીમા લાડજેવર્ડીઅનનો સમાવેશ થાય છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(7:13 pm IST)