Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

અમેરિકાના ફ્લોરિડામાં 12 માળની ઇમારત તૂટી પડતા 150 લોકો લાપત્તા : ઇમારતમાં રહેતા ભારતીય મૂળના દંપતી વિશાલ પટેલ ,તથા તેની પત્ની ભાવના પટેલ ,અને એક વર્ષની પુત્રીનો પણ પત્તો નથી

ફ્લોરિડા : અમેરિકાના ફ્લોરિડામાં ગુરુવારે 12 માળની ઇમારતનો અમુક ભાગ તૂટી પડતા ઇમારતમાં રહેતા 150 લોકો લાપત્તા છે. જેમાં ભારતીય મૂળના દંપતી 42 વર્ષીય વિશાલ પટેલ , તેની  પત્ની 38 વર્ષીય ભાવના પટેલ , તથા તેમની એક વર્ષની પુત્રીનો પણ પત્તો નથી.

આ માહિતી ભાવના પટેલની સહેલીએ આપી હતી. કે જે તેને મળવા જવાની હતી.તેણે જતા પહેલા અનેક વખત ફોન લગાડ્યો હતો.પરંતુ કંઈ જવાબ ન મળતા પરિવાર લાપત્તા હોવાની શંકા વ્યક્ત કરી છે.કારણકે ઇમારત તૂટી પડી ત્યારે પરિવાર ઘરમાં જ હતો.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(5:46 pm IST)