Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ન્યુયોર્કના સુપ્રસિદ્ધ ટાઈમ સ્કેવર બીલબોર્ડમાં ઇન્ડિયન અમેરિકન મ્યુઝીશીઅન મહિલા સુશ્રી સોના મહાપાત્રાને સ્થાન : સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન વ્યક્તિગત મ્યુઝીશીઅન તરીકેનો વિક્રમ

ન્યુયોર્ક : ન્યુયોર્કના સુપ્રસિદ્ધ ટાઈમ સ્કેવર બીલબોર્ડમાં સોમવારે ઇન્ડિયન અમેરિકન મ્યુઝીશીઅન મહિલા સુશ્રી સોના મહાપાત્રાને સ્થાન અપાયું હતું. આથી સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન વ્યક્તિગત મ્યુઝીશીઅન તરીકેનો વિક્રમ સુશ્રી સોના મહાપાત્રાના નામે નોંધાયો છે.
.  
વ્યક્તિગત મ્યુઝીશીઅન તરીકે સ્થાન મેળવનારા કલાકારોમાં ઇન્ડિયન અમેરિકન વ્યક્તિગત મ્યુઝીશીઅન તરીકે તેઓનો સમાવેશ પૉપ ક્લચરમાં સીમાચિહ્ન રૂપ છે.

સુશ્રી સોનાએ જણાવ્યું હતું કે ન્યુયોર્કના સુપ્રસિદ્ધ ટાઈમ સ્કેવર બીલબોર્ડમાં પોતાનો ફોટો જોઈને તેઓ રોમાંચિત થઇ ગયા હતા.તેવું એનઆરઆઈપી દ્વારા જાણવા મળે છે.

(7:28 pm IST)