Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

યુ.એસ.માં GOPIO સેન્ટ્રલ જર્સી ચેપટરના ઉપક્રમે 15 ઓગસ્ટના રોજ ભારતનો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો : સમાજ માટે યોગદાન આપનાર કોમ્યુનિટી અગ્રણીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા : ભારતના કોન્સ્યુલેટ જનરલ શ્રી રણધીર જયસ્વાલ તથા એસેમ્બલીમેન શ્રી રાજ મુખર્જી સહિતના અગ્રણીઓએ હાજરી આપી : અમેરિકા તથા ભારતના રાષ્ટ્રગીતનું ગાન કરાયું : સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : યુ.એસ.માં 15 ઓગસ્ટના રોજ  GOPIO  સેન્ટ્રલ જર્સી ચેપટરના ઉપક્રમે  ભારતનો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાઈ ગયો.આ પ્રસંગે સમાજ માટે યોગદાન આપનાર કોમ્યુનિટી અગ્રણીઓને એવોર્ડ  આપી સન્માનિત કરાયા હતા.

વર્ચ્યઅલ ઉજવણી અંતર્ગત ચીફ ગેસ્ટ તરીકે  ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલેટ જનરલ શ્રી રણધીર જયસ્વાલ તથા ગેસ્ટ ઓફ ઓનર તરીકે ન્યુજર્સી સ્ટેટ એસેમ્બલીમેન શ્રી રાજ મુખરજીએહાજરી આપી હતી.તથા ભારતના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.તથા અમેરિકા અને  ભારતનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ખરા અર્થમાં ઉજવણી થઇ રહી હોવાનું જણાવ્યું હતું.તથા સૌપ્રથમાર  ટાઈમ સ્કવેર ખાતે ભારતનો ત્રિરંગો લહેરાયો તે બાબત ગૌરવપ્રદ ગણાવી હતી.

GOPIO ઇન્ટરનેશનલ ચેર ડો.થોમસ અબ્રાહમએ ભારત દેશે છેલ્લા 7 દાયકા દરમિયાન કરેલી પ્રગતિ અને યુ.એસ.તથા ભારત વચ્ચેના સંબંધોની સરાહના કરી હતી.તથા અમેરિકામાં રાજકીય ક્ષેત્રે પણ ભારતીયો બિરાજમાન હોવા બદલ ગૌરવ વ્યક્ત કર્યું હતું.તથા ન્યુજર્સી ચેપટરે કરેલી કામગીરીને બિરદાવી હતી.

તેમણે અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદ માટે ચૂંટણી લડવા ભારતીય મૂળના ઉમેદવારની પસંદગી થવા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો.

GOPIO   ન્યુજર્સી ચેપટર પ્રેસિડન્ટ ડો.તુષાર પટેલે ઉપસ્થિતોનું સ્વાગત કર્યું હતું તથા 12 વર્ષ દરમિયાન કરાયેલી કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો.તથા ઉજવણીમાં હાજર નહીં રહી શકેલા ગેસ્ટ ઓફ ઓનર ન્યુજર્સી સ્ટેટ  સેનેટર શ્રી વેણુ ગોપાલનો શુભેચ્છા સંદેશ વાંચી સંભાળવ્યો હતો.

આ તકે નવી એક્ઝિક્યુટિવ ટીમના મેમ્બર્સ શ્રી કુણાલ મેહતા ,શ્રી વિજય ગર્ગ ,શ્રી નિશિથ મેહતા, શ્રી અમિત કુચેરિયા ,શ્રી કુણાલ ગુપ્તા ,સહિતનાઓએ હાજરી આપી હતી.તથા માસ્ટર ઓફ સેરિમની તરીકે શ્રી કુણાલ મેહતાએ ફરજ બજાવી હતી.અમેરિકા તથા ભારતના રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું.ડાન્સ તથા દેશભક્તિ સભર ગીતોના આયોજન કરાયા હતા. સુશ્રી ફાલ્ગુની મેહતાએ ઇન્ડિયન ક્લાસિક ડાન્સ રજુ કર્યો હતો.નવા ઇલેકટેડ પ્રેસિડન્ટ શ્રી કુણાલ મેહતાએ સહુ કમિટી મેમ્બર્સના સહયોગથી ચેપટરને નવી ઉંચાઈએ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ તકે સમાજ માટે મહત્વનું યોગદાન આપનાર શ્રી સુશ્રી ફાલ્ગુની મેહતા ,સુશ્રી વર્ષા સિંઘ ,સુશ્રી રેવથી કુલકર્ણી ,શ્રી રમણ કપૂર ,શ્રી દેવેન્દ્ર સિંઘ ,શ્રી નીલ શાહ ,સુશ્રી સુધારાણી કંકાવાળા,શ્રી અરવિંદ પટેલ ,સહિતના કોમ્યુનિટી અગ્રણીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.તેવું ડો.તુષાર પટેલ ( 848-391-0499 )  દ્વારા જાણવા મળે છે.

(2:15 pm IST)