Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

" ધ ગુડ ,ધ બેડ ,ધ ફ્યુચર " : અમેરિકાનો પ્રેસિડન્ટ કેવો હોવો જોઈએ ? : સાઉથ એશિયન પોલિટિકલ લીડર્સ દ્વારા યોજાયો વેબિનાર : ઇમિગ્રન્ટ્સ માટે નુકશાનકારક તેવી ડોનાલ્ડ ટ્રમ્પની પોલિસીને ધ્યાને લઇ ' સાઉથ એશિયન્સ ફોર બિડન ' માટે સંમતિ

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : યુ.એસ.: તાજેતરમાં 8 ઓગસ્ટના રોજ  સાઉથ એશિયન પોલિટિકલ લીડર્સ દ્વારા વેબિનારનું આયોજન કરાયું હતું .' સાઉથ એશિયન્સ ફોર બિડન ' ના ઉપક્રમે " ધ ગુડ ,ધ બેડ ,ધ ફ્યુચર " શીર્ષક હેઠળ આયોજિત આ વેબિનારમાં 4 પેનલિસ્ટ જોડાયા હતા.જેમાં ન્યુજર્સી સ્ટેટ સેનેટર શ્રી વિન ગોપાલ ,ન્યુજર્સી એસેમ્બલીમેન શ્રી રાજ મુખર્જી ,ન્યુજર્સી સ્ટેટ સેનેટર કેન્ડિડેટ શ્રી રૂપાંદે મેહતા ,તથા ન્યુજર્સી ડેમોક્રેટ સ્ટેટ કમિટીજનરલ  કાઉન્સિલ અને એટર્ની શ્રી રાજીવ પરીખ જોડાયા હતા.4 કલાક ચાલેલા આ વેબિનારનું મોડરેટિંગ મિડલસેક્સ કાઉન્ટી ફ્રી હોલ્ડર શ્રી શાંતિ નારાએ કર્યું હતું .
વેબિનારમાં શ્રી વિન ગોપાલે ટ્રમ્પની નીતિ રીતિઓ ઇમિગ્રન્ટ્સ માટે નુકશાનકારક હોવાનું જણાવ્યું હતું .તથા તેણે એચ-1બી વિઝા ઉપર મુકેલા પ્રતિબંધો સહિતની બાબતોને ધ્યાને લઇ ડોનાલ્ડ ટ્રમ્પને બદલે  ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનને પ્રેસિડન્ટ તરીકે લાયક ગણાવ્યા હતા.જેઓ તમામ સાઉથ એશિયન ઈમિગ્રન્ટ્સને ન્યાય અપાવી શકે તેમ હોવાનું જણાવ્યું હતું.
એસેમ્બલીમેન શ્રી રાજ મુખરજીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ  કોવિદ -19 મહામારીને નાથવામાં નિષ્ફ્ળ નીવડ્યા છે.તેમના શાસનમાં બેરોજગારીમાં વધારો થયો છે.
શ્રી રાજીવ પરીખે જણાવ્યું હતું કે ટ્રમ્પ ભારતના વડાપ્રધાન સાથે હાથ મિલાવે કે તેમના માનમાં રેલીઓ યોજાય તેનો અર્થ એ નથી કે તેઓ ભારત અને ભારતીય મૂળના લોકો  માટે સારી વ્યક્તિ છે.તેથી ઉલટું જો બિડન ભારત માટે વધુ ઉપયોગી પુરવાર થઇ શકે છે.જે રીતે આ અગાઉના ડેમોક્રેટ પ્રેસિડન્ટ ભારતીયો માટે વધુ ઉપયોગી નીવડ્યા હતા.
ન્યુજર્સી સ્ટેટ સેનેટર ઉમેદવાર શ્રી રૂપાંદે મેહતાએ જણાવ્યું હતું કે અમેરિકામાં તમામ સાઉથ એશિયન નાગરિકોને સમાન હક્કો મળવા જોઈએ.સાઉથ એશિયન મહિલાઓને પણ રાજકારણમાં પ્રવેશવાની તક મળવી જોઈએ .આપણા પ્રત્યે ધિક્કાર અને ભેદભાવની નીતિ ચલાવી શકાય નહીં.
મૉડરેટર શ્રી શાંતિ નારાએ સફળતાપૂર્વક વેબિનારનું સંચાલન કર્યું હતું .તેમણે કહ્યું હતું કે દેશમાં કોવિદ -19 મહામારીનો સૌથી વધુ ભોગ અશ્વેત લોકો બન્યા છે.જે તેમના પ્રત્યેની ભેદભાવની નીતિ દર્શાવે છે.
સાઉથ એશિયન ફોર બિડન  ન્યુજર્સી ચેપટર મેમ્બર ડો.તુષાર પટેલે અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે જો બિડનને ચૂંટી  કાઢવાનું મહત્વ સમજાવ્યું હતું .
વેબિનારમાં ભાગ લેનાર તમામનો શ્રી કરણ વિરમાણીએ આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે સાઉથ એશિયન ફોર બિડન ગ્રુપ માં સાઉથ એશિયાના તમામ દેશોના પ્રતિનિધિઓ જોડાયેલા છે.જેઓ જુદા જુદા વ્યવસાય સાથે પ્રવૃત છે.તેવું ડો.તુષાર પટેલ ( 848-391-0499 ) ની યાદી જણાવે છે.

(7:25 pm IST)