Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

યુ.એસ.માં ઇન્ડિયન અમેરિકન સીનીઅર એશોશિએશન ઓફ ક્લિફ્ટન દ્વારા વર્ચ્યુઅલ મ્યુઝિકલ ઇવનિંગનું આયોજન કરાયું : સુવિખ્યાત ગાયિકા તન્મયી મોહાપાત્રાએ ગુજરાતી તથા બૉલીવુડ ગીતોથી દર્શકોના મન મોહી લીધા

ક્લીફ્ટોન : યુ.એસ.માં ઇન્ડિયન અમેરિકન સીનીઅર એશોશિએશન ઓફ ક્લિફ્ટન   દ્વારા 8 ઓગસ્ટના રોજ ઝૂમ માધ્યમથી વર્ચ્યુઅલ મ્યુઝિકલ ઇવનિંગનું આયોજન કરાયું હતું . સતત બે કલાક ચાલેલા આ વર્ચ્યુઅલ મનોરંજન પ્રોગ્રામનો  100 જેટલા દર્શકોએ લાભ લીધો હતો.જેમાં તન્મયી મોહાપાત્રા તથા તેના રાગાટોનિક બેન્ડએ દર્શકોને ખુશખુશાલ કરી દીધા હતા.
એશોશિએશન પ્રેસિડન્ટ શ્રી ભરત રાણાએ સાંજે સાત વાગ્યે ટ્રસ્ટીઓની મિટિંગ બોલાવી હતી.જેમાં સેક્રેટરી શ્રી હરીશ સંઘવીએ મનોરંજન પ્રોગ્રામ સહીત આગામી કાર્યક્રમો માટેનો  એજન્ડા વાંચી સંભળાવ્યો હતો.તથા કોવિદ -19 સંજોગોમાં આપણે મેમ્બર્સને કઈ રીતે ઉપયોગી થઇ શકીએ તે અંગે ચર્ચા કરાઈ હતી.
રાત્રે 8 વાગ્યે શ્રી ભરત રાણાએ સિંગર તન્મયીનો પરિચય કરાવ્યો હતો. જેણે બાદમાં ગુજરાતી અને બૉલીવુડ ગીતોથી સહુને મંત્રમુગ્ધ કરી દીધા હતા.તથા દર્શકોની ફરમાઈશ મુજબ નવા ગીતો પણ રજુ કર્યા હતા.
પ્રોગ્રામમાં શામેલ થનાર મહાનુભાવોમાં પદ્મશ્રી ડો.સુધીર પરીખએ વર્ચ્યુઅલ ઉદબોધન કરી એશોશિએશનની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.તથા તમામ રીતે મદદરૂપ થવાનો કોલ આપ્યો હતો.પરમ હેલ્થકેરના સીઈઓ તથા ટ્રસ્ટી શ્રી વિપુલભાઈ અમીનએ ડોનેશન આપવાની ઓફર કરી હતી.શ્રી રોહિતભાઈ શાહએ એશોશિએશનની પ્રવૃત્તિને બિરદાવી હતી.શ્રી બિપિન શુક્લ  ,શ્રી ચુનીભાઈ શાહ ,સહિતનાઓએ વર્ચ્યુઅલ મનોરંજન પ્રોગ્રામ માણ્યો હતો.
પ્રોગ્રામ દરમિયાન શ્રી  શ્રી વિપુલભાઈ અમીન ,શ્રી રોહિતભાઈ શાહ ,સુશ્રી નંદા તથા શ્રી અરુણ ભાટિયા ,સુશ્રી વર્ષા તથા શ્રી યોગેશ ત્રિવેદી ,સુશ્રી કલ્પના તથા શ્રી હરીશ સંઘવી ,સુશ્રી સુવર્ણા શાહ ,સુશ્રી હેમા ત્રિવેદી ,સુશ્રી મીના તથા શ્રી જયેશ ગાંધીએ પ્રોગ્રામ માટે ડોનેશન ઓફર કર્યું હતું .
2 કલાકના આ વર્ચ્યુઅલ પ્રોગ્રામનો સહુએ કોઈપણ જાતના વિઘ્ન વિના આનંદ માણ્યો હતો.
પ્રેસિડન્ટ શ્રી ભરત રાણાએ એક્ઝિક્યુટિવ કમિટીનો પરિચય કરાવ્યો હતો તથા સહુનો આભાર માન્યો હતો.તથા આગામી પ્રોગ્રામ 16 ઓગસ્ટના રોજ દેશભક્તિ સભર ગીતો સાથે યોજાશે તેમ જણાવ્યું હતું .તેવું શ્રી ભરત રાણાની યાદી જણાવે છે.

(11:06 pm IST)