Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે જો બિડેન ચૂંટાઈ આવશે તો દેશ ઉપર ચીન કબ્જો જમાવી દેશે : જો બિડનનો એજન્ડા ' મેઇડ ઈન ચાઈના ' છે.જયારે મારો એજન્ડા ' મેઇડ ઈન અમેરિકા છે : ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન ઉપર રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પના સણસણતા પ્રહારો


વોશિંગટન : અમેરિકામાં પ્રેસિડન્ટ પદની યોજાનારી ચૂંટણી પૂર્વે ડેમોક્રેટ અને રિપબ્લિકન ઉમેદવારોએ એકબીજા ઉપર આક્ષેપોની ઝડી વરસાવવાનું શરૂ કરી દીધું છે.
તાજેતરમાં વર્તમાન પ્રેસિડન્ટ અને બીજી ટર્મના પ્રેસિડન્ટ પદ માટેના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પએ હરીફ ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન ઉપર સણસણતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે  અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે જો બિડેન ચૂંટાઈ આવશે તો દેશ ઉપર ચીન કબ્જો જમાવી દેશે .તેમણે જણાવ્યું  હતું કે જો બીજી ટર્મમાં હું ચૂંટાઈ આવીશ તો કોરોના કહેર માટે પેઇચિંગને જવાબદાર ઠેરવી દઈશ.
તેમણે ઉમેર્યું હતું કે જો બિડનનો એજન્ડા ' મેઇડ ઈન ચાઈના ' છે.જયારે મારો એજન્ડા ' મેઇડ ઈન અમેરિકા છે.હું ચીન ઉપરની નિર્ભરતા બિલકુલ ખતમ કરી દેવા માંગુ છું.

 

(1:08 pm IST)