Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

સાઉથ આફ્રિકા સ્થિત ભારતીય મૂળના તબીબ વિજય રામલખનનું નિધન : પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ.નેલસન મંડેલાના અવસાન સુધી અંગત ડોક્ટર તરીકે સેવાઓ આપી હતી : રાજકીય સન્માન સાથે અગ્નિદાહ કરાશે

જોહાનિસબર્ગ : સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા ભારતીય મૂળના તબીબ ડો.વિજય રામલખનનું ગુરુવારના રોજ 62 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી અવસાન થયું છે.તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ.નેલસન મંડેલાના અવસાન સુધી અંગત ડોક્ટર તરીકે એક દસકા સુધી સેવાઓ આપી હતી  .નેલ્સન મંડેલાનું 2013 ની સાલમાં મૃત્યુ થયું હતું.
સ્વ.વિજય રામલખને સ્વ.મંડેલા સાથે રંગભેદની ચળવળમાં પણ ભાગ લીધો હતો.તેમની અંતિમ યાત્રાની તારીખ હજુ સુધી થઇ નથી.કારણકે અમુક આગેવાનોના મતે તેઓને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવી જોઈએ.
સ્વ.રામલખને 2017 ની સાલમાં ' મંડેલાઝ લાસ્ટ ઈયર ' નામક પુસ્તક લખ્યું હતું જેમાં મંડેલાની બીમારીનું વર્ણન કરવામાં આવ્યું છે.

(6:23 pm IST)