Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

અમેરિકામાં ભારતની સંસ્કૃતિ ઉજાગર : ' ઇન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગો 'ના ઉપક્રમે ૨૧ સપ્ટેમ્બરના રોજ 'ગણેશ ચતુર્થી' ઉત્સવ ઉજવાયો : હનુમાન ચાલીસાનું ગાન, ભજન કીર્તન ,મનોરંજન ગીતો, જન્મ દિવસ શુભેછા, સહિતના કાર્યક્રમોમાં ૧૯૦ ઉપરાંત સભ્યોની ઉપસ્થિતિ

શિકાગો : ઇન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગો એ સેપ્ટેમ્બર ૨૧ ના રોજ શિકાગો ની નજીક આવેલા બેનસન વીલ ટાઉનમાં આવેલ 'લક્ષ્મી હોલમાં 'ગણેશ ચતુર્થી' ઉજવણી કરવામાં આવેલ. ૧૯૦ સભ્યોએ હાજરી આપેલ. સભાનું સંચાલન સેક્રેટરી શ્રી હીરાભાઈ પટેલે દ્વારા કરવામાં આવેલ.
પ્રારંભમાં શ્રીમતિ નલિની શાહ, જયશ્રી પટેલ, પન્ના શાહ, હેમા શાસ્ત્રી, શ્રી ભૂપેન્દ્ર સુથારે હનુમાન ચાલીસાનું  ગાન કરેલ.

શ્રી ચંદ્રકાંત શાહ અને મેરી શાહે 'પ્રભુમાં  રહેવાનું મન થાય' ભજન ગાયું હતું. ટ્રેજરર શ્રી સી વી દેસાઇએ ઓગસ્ટ માસનો આવક જાવક નો હિસાબ રજૂ કર્યો હતો. અને જણાવ્યું હતું કે સોસિયલ સિક્યોરીટીની રકમમાં જાન્યુઆરી ૨૨ થી ૬% નો વધારો મળશે તેવી શક્યતા છે. ઓકટોબર મહિનાથી મેડિકલ ઈન્સ્યોરન્સ માટે ઓપન એનરોલમેન્ટ શરૂ કરવામાં આવશે.

કારોબારી સભ્ય શ્રી બિપિન શાહે 'ગણેશ ચતુર્થી' વિષે  માહિતી આપી હતી. ત્યાર બાદ ડૉ. અનંતભાઈ રાવલે શ્રદ્ધા પર્વ વિષે માહિતી આપી હતી. શ્રી મનુભાઈ શાહે શ્રી જશવંત શેઠને પુનલગ્ન નિમિતે સંસ્થા વતી અભિનંદન અને શુભેછાઓ પાઠવી હતી. શ્રી અરવિંદ કોટકે સપ્ટેમ્બર માસમાં જે સભ્યોનો જન્મ દિવસ આવેછે તેમના નામો જાહેર કરી ડૉ. અનંતભાઈ રાવલના હસ્તે સર્વેને શુભેછા કાર્ડ આપવામાં આવેલ. આ પ્રસંગે સભ્યોએ 'બાર બાર યે દિન આયે, હેપી બર્થ ડે' નું ગીત ગાઈ શુભેછાઓ પાઠવવામાં આવેલ.

આ પ્રસંગે આપણા ભારતના માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદીનો જન્મ દિવસ હોવાથી શુભેછાઓ પાઠવવામાં આવેલ. કારોબારી સભ્ય શ્રી કાન્તિભાઈ પટલે શિક્ષક દિન નિમિતે સૌ શિક્ષકો ને અભિનંદન પાઠવવામાં આવેલ. સંસ્થા ના સભ્ય શ્રી નરેશભાઇ ડેકતાવાલા દ્વારા મનોરંજન ગીતોનું સુંદર આયોજન કરેલ જેમાં સભ્યો દ્વારા હેમા રાણાએ 'સબસે પહેલે તુજકો પૂજે , અરવિંદ કોટકે 'મેરે મંનકી ગંગા ઔર તેરે મન કી ગંગા', રણજીત ભરુચાએ 'યે રાતે યે મોસમ ', શ્રી જશવંત શેઠે ' ભરી દુનિયા મે આખિર દિલ', પન્ના શાહે' આપકી નજરોને સમજા', નરેશ ડેકટવાલા એ 'હોટો પે જુલૉ તુમ', નલિની શાહે 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા", ગીતો ગાયેલા.

શ્રી શરદ શાહે પ્લેઇંગ કાર્ડ ની ટ્રીક કરામત બતાવેલ બધા ને આનંદિત કરેલ. શ્રી ગણેશ મહોત્સવનું સંચાલન શ્રી ભૂપેનદ્ર સુથાર દ્વારા કરવામાં આવેલ. અંતમાં સેક્રેટરી શ્રી હિરાભાઇ પટેલે આજના કાર્યક્રમમાં ભાગ લેનાર સર્વેનો આભાર માન્યો હતો. આજના સમગ્ર કાર્યક્રમ ની ફોટોગ્રાફી કરવા બદલ પ્રેસ ફોટો જર્નાલિસ્ટ શ્રી જયંતી ઓઝા નો આભાર માનેલ ત્યાર બાદ સર્વે ભોજનનો આનંદ માણી ને વિદાય થયા હતા
   
તેવું ફોટો અને માહિતી જયંતી ઓઝા દ્વારા જાણવા મળે છે.  
 

(12:30 pm IST)