Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

અમેરિકામાં ઈન્ડો અમેરિકન કલચરલ ફાઉન્ડેશન ઓફ ન્યૂજર્સીના ઉપક્રમે 30 સપ્ટેમ્બર તથા 1 ઓક્ટોબર 2022 ના રોજ રાસ ગરબાની રમઝટ : સાઉથ બ્રન્સવિક હાઈસ્કૂલ ખાતે ઉજવનારા ઉત્સવમાં મહેશ મેહતા ગ્રુપ ખેલૈયાઓને ઝુમાવશે


દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : અમેરિકામાં નવરાત્રી ગરબાની તડામાર તૈયારી શરૂથઇ ગઈ છે. જે અંતર્ગત ઈન્ડો અમેરિકન કલચરલ ફાઉન્ડેશન ઓફ ન્યૂજર્સીના ઉપક્રમે 30 સપ્ટેમ્બર તથા 1 ઓક્ટોબર 2022 ના રોજ રાસ ગરબાની રમઝટ બોલશે. સાઉથ બ્રન્સવિક હાઈસ્કૂલ ,750 ,રીજ રોડ ,મોનમાઉથ જંકશન ખાતે ઉજવનારા આ નવરાત્રી રાસ ગરબા ઉત્સવમાં મહેશ મેહતા ગ્રુપ ખેલૈયાઓને રાસ ગરબાની રમઝટ ,તથા સનેડો દ્વારા ઝુમાવશે .જેનો સમય રાત્રે 8 -30 થી વહેલી સવારે 1 -30 સુધીનો રહેશે .

ઉત્સવમાં રાખવામાં આવેલી સ્પોનશરશિપ કેટેગરી મુજબ ગ્રાન્ડ સ્પોનશર 2500 ડોલર ,પ્લેટિનમ 1500 ડોલર ,ગોલ્ડ 1000 ડોલર ,સિલ્વર 500 ડોલર તથા શુભેચ્છક સ્પોનશર માટે 250 ડોલર રાખવામાં આવેલ છે.તથા કાફેટેરિયામાં ટેબલ રાખવા માટે એક દિવસના 250 તથા બે દિવસના 400 ડોલર રાખવામાં આવેલ છે.

સ્પોનશરશિપ સહીત વિશેષ માહિતી માટે ડો.તુષાર પટેલ 848 -391 -0499 સુશ્રી સુરભી અગરવાલ 732 -322 -8777 ,શ્રી હિતેશ પટેલ 732 -718 -5238 અથવા શ્રી મહેશ પટેલ 917 -592 -7944 દ્વારા અથવા ઈમેલ tbpatel@gmail.com , iacfnj@yahoo.com , info@iacfnj.org દ્વારા સંપર્ક સાધવા જણાવાયુ છે.

ફાઉન્ડેશનની એક્ઝિક્યુટિવ કમિટીમાં શ્રી રાઓજીભાઈ પટેલ ,શ્રી મહેશ પટેલ ,શ્રી મહેશ ' mac ' શાહ ,ડો.તુષાર પટેલ ,સુશ્રી સુરભી અગરવાલ ,શ્રી રાજેશ પટેલ ,શ્રી કીર્તિ મહેતા ,તથા સુશ્રી ડિમ્પલ પટેલનો સમાવેશ થાય છે.

ટ્રસ્ટીઓ તરીકે શ્રી હિતેશ પટેલ ,શ્રી રેવો નાવાણી ,તથા શ્રી જાધવ ચૌધરી સેવા આપી રહ્યા છે.

કમિટી મેમ્બર્સમાં શ્રી કેતન ભટ્ટ ,શ્રી મયંક પટેલ ,શ્રી જયેશ પટેલ શ્રી મહેન્દ્ર પટેલ ,શ્રી જીતુ માખેચા ,શ્રી એમ.ઝેડ.પટેલ ,શ્રી દિપક પંડ્યા ,શ્રી રોહિત સોની ,શ્રી નિલેશ શાહ ,સુશ્રી નિયતિ પટેલ ,શ્રી રાજેશ ઠાકર ,સુશ્રી ઇરા મહેતા ,સુશ્રી નૈના ગોયલ ,શ્રી પ્રશાંત ત્રિવેદી ,તથા શ્રી નિશિથ મેહતાનો સમાવેશ થાય છે

 

(8:01 pm IST)