Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિના શીખ વિદ્યાર્થીઓને કિરપાન પહેરવાની મંજૂરી આપશે :એક શીખ વિદ્યાર્થીની કેમ્પસમાં ખંજર પહેરવા બદલ ધરપકડ કરવામાં આવ્યા બાદ લેવાયેલો નિર્ણય

ન્યુ યોર્ક: યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિના, શાર્લોટે શીખ વિદ્યાર્થીઓને કેમ્પસમાં આસ્થાની ધાર્મિક અભિવ્યક્તિ સમાન કિરપાન પહેરવાની મંજૂરી આપવા માટે તેની 'કેમ્પસ પર શસ્ત્રો' નીતિને અપડેટ કરી રહી છે.

યુનિવર્સિટીના એક શીખ વિદ્યાર્થીની કેમ્પસમાં ઔપચારિક ખંજર પહેરવા બદલ ધરપકડ કરવામાં આવ્યાના લગભગ બે મહિના પછી આ પગલું લેવામાં આવ્યું છે.

અપડેટ કરેલી નીતિ અનુસાર, યુનિવર્સિટી વિદ્યાર્થીઓને કેમ્પસમાં કિરપાન પહેરવાની મંજૂરી આપશે જ્યાં સુધી બ્લેડની લંબાઈ 3 ઇંચથી ઓછી હોય અને "હંમેશા મ્યાનમાં શરીરની નજીક પહેરવામાં આવે"તેવું એન.આર.આઈ.પલ્સ દ્વારા જાણવા મળે છે.

(7:51 pm IST)