Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

અમેરિકાના ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવાર 'થેન્ક્સ ગિવિંગ ડે' તથા દિવાળી પર્વની ઉજવણી : ઈન્ડિયન સિનિયર ઓફ શિકાગો દ્વારા કરાયેલી ઉજવણીમાં ૧૭੦ જેટલા સભ્યોએ હાજરી આપી : ગણેશ સ્તુતી ,સર્વ ધર્મ પ્રાર્થના,હનુમાન ચાલીસાનું પઠન,જન્મ દિવસ મુબારકબાદી ,પરસ્પર નૂતન વર્ષાભિનંદન ,તથા સ્વાદિષ્ટ ભોજન સાથે ઉજવણી રંગેચંગે સંપન્ન

શિકાગો : ઈન્ડિયન સિનિયર ઓફ શિકાગોની જનરલ મીટીંગ નવેમ્બર ૧૨ ,૨੦૨૨ ને શનિવારના રોજ સવારે ੧੧:૩੦  કલાકે માનવસેવા મંદિરના હોલમાં મળી હતી. જેમાં ૧૭੦  જેટલા સભ્યોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કારોબારી કમિટીના સભ્ય શ્રી બીપીનભાઈ શાહે સફળતાપૂર્વક કર્યું હતું.

પ્રારંભમાં શ્રી ભુપેન્દ્ર સુથાર, ગીતા સુથાર, સરોજ પટેલ, ઉષા સોલંકી અને પન્ના  શાહે ગણેશ સ્તુતી અને સર્વ ધર્મ પ્રાર્થના ગાઈ હતી. ત્યારબાદ સર્વ સભ્યોએ હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. મંત્રી શ્રી હીરાભાઇ પટેલે ઓક્ટોબર મહિનાની આવક-જાવકનો હિસાબ રજૂ કર્યો હતો અને સંસ્થાને ડોનેશન આપનાર વ્યક્તિઓ અને સંસ્થાઓના નામોની જાહેરાત કરી હતી.

પ્રોફેસર શરદભાઈ શાહે ડિસેમ્બર-2022 યોજાનારી ગુજરાત રાજ્યની ૧૫મી વિધાનસભાની ચૂંટણી સંબંધી પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું કે તારીખ ૧ ડિસેમ્બર અને ૫ ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણી નું પરિણામ  ૮ ડિસેમ્બરના રોજ જાહેર થશે.

શ્રી બીપીનભાઈ શાહે નવેમ્બર મહિનામાં આવતા થેન્ક્સ ગિવિંગ સંબંધી જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે દર વર્ષે નવેમ્બર મહિનાના ચોથા ગુરુવારે ઉજવાતા 'થેન્ક્સ ગિવિંગ ડે' અમેરિકાનો ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવાર છે. શ્રી બિપિનભાઈએ 'થેન્ક્સ ગિવિંગ ડે નો  ઇતિહાસ અને મહત્વ વિશે સુંદર માહિતી આપી હતી

ત્યારબાદ શ્રી ભૂપેન્દ્ર સુથારે નવેમ્બર મહિનામાં જે સભ્યોના જન્મદિન આવે છે તેઓને આગળ આવવા જણાવ્યું હતું. આજના મુખ્ય મહેમાન શ્રી શીવાભાઇ પટેલના હસ્તે શુભેચ્છા કાર્ડ જન્મદિન વાળા સભ્યોને આપવામાં આવ્યાં હતાં. સર્વે સભ્યોએ 'હેપી બર્થ ડે ટુ યુ' ગાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ગ્રુપ ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યો હતો.

કારોબારી સમિતિના સભ્ય શ્રી દિલીપભાઈ પટેલે ઓક્ટોબર મહિનામાં ઉજવાયેલ વાર્ષિક કાર્યક્રમ દરમિયાન લીધેલા ફોટાઓનો નિદર્શન કર્યું હતું. સેક્રેટરી શ્રી હીરાભાઇ પટેલે સર્વેને નૂતન વર્ષના અભિનંદન પાઠવ્યા હતા અને વાર્ષિક કાર્યક્રમની સફળતા માટે જે વોલેન્ટિયર્સ ભાઈઓએ સહયોગ આપ્યો હતો તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. બધા ભાઇ-બહેનોએ આપેલ નિસ્વાર્થ સેવાઓની કદર કરી હતી.

પ્રેસિડન્ટ ડૉ. નરસિંહભાઈ પટેલે નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.અને નિરોગી જીવન માટે કસરત અને યોગ નું મહત્વ સમજાવ્યું હતું. જાન્યુઆરી મહિનામાં જે જનરલ મિટિંગ યોજાશે તેમાં આઝાદીના અમૃત મહોત્સવ ને અનુરૂપ વેશભૂષા કાર્યક્રમમાં ભાગ લેવા સભ્યોને અપીલ કરી હતી. તે ઉપરાંત 31  ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ  માનવ સેવા મંદિરના ઉપક્રમે યોજાનારા કાર્યક્રમમાં સાથ સહકાર આપવા અપીલ કરી હતી.

ડાયનેસ્ટી હોમ કેર ના સંચાલક શ્રી ચિરાગ શાહે મેડિકેર, લિમિટેડ એચ એમ ઓ., સીટીઝનશીપ, મેડિકલ ઇન્સ્યોરન્સ હોમ કેર ના બેનિફિટ્સ સરકાર તરફથી સિનિયરને મળતી સવલતો વિગતે વિગતવાર માહિતી આપી હતી.સભ્યોએ પૂછેલા પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા

શ્રીમતી ભાનુબેન મહેતા અને શ્રીમતી સૂર્યાબેન મહેતાએ યોગાસનો વિષે જાણકારી આપી હતી. આંખ, પગ, હાથ, થાપા, ખભા વગેરે ની સરળ કસરતો નું નિદર્શન કર્યું હતું અને સભ્યોએ કેટલીક કસરતોમાં તેઓને સાથ આપ્યો હતો.. તંદુરસ્ત ભર્યું જીવન જીવવા યોગાસનો કેવી રીતે ઉપયોગી બને રહે તેની માહિતી આપી હતી.

શ્રીમતી વીણાબેન જાની તરફથી મીઠાઈ નિમિત્તે 501 ડોલર સંસ્થાને આપવામાં આવ્યા હતા. પ્રેસિડન્ટ ડૉ. નરસિંહભાઈ પટેલે તેઓનું પુષ્પગુચ્છ થી દ્વારા અભિનંદન આપ્યા હતા અને આભાર માન્યો હતો. ફોટોગ્રાફર શ્રી જયંતીભાઈ ઓઝાએ ફોટોગ્રાફર તરીકેની સેવા આપી હતી. ત્યારબાદ પ્રાર્થના ગાઈ સ્વાદિષ્ટ ભોજન આરોગી સર્વેએ વિદાય લીધી હતી.તેવું શ્રી જયંતીભાઈ ઓઝાના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(6:47 pm IST)