Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

અમેરીકામાં વસતા સવાયા ગુજરાતી શ્રી દિલીપ ચૌહાણના આજે 28 નવેમ્બરના રોજ જન્મદિન નિમિતે વર્ષી રહી છે શુભેચ્છા વર્ષા : હાલ ન્યુ યોર્ક શહેરની આંતરરાષ્ટ્રીય બાબતો માટે મેયર ઓફિસના ડેપ્યુટી કમિશનર તરીકે તેઓ આપી રહ્યા છે સેવા

દીપતિબેન જાની દ્વારા, ન્યુ જર્સી : અમેરિકાની ધરતીઓ પર ભારતની સંસ્કૃતિ ઉજાગર કરી રહેલા શ્રી દિલીપ ચૌહાણનો આજ 25 નવેમ્બરના રોજ જન્મદિવસ છે. તેઓ હાલ ન્યુ યોર્ક શહેરની આંતરરાષ્ટ્રીય બાબતો માટે મેયર ઓફિસના ડેપ્યુટી કમિશનર તરીકે સેવા આપી રહ્યા છે. અગાઉ શ્રી ચૌહાણે નાસાઉ કાઉન્ટી, ન્યુયોર્કના ડેપ્યુટી કંટ્રોલર તરીકે સેવા આપી હતી.

બહોળો મિત્ર વર્તુળ ધરાવતા શ્રી દિલીપ ચૌહાણ, અમેરીકામાં વસતા એશિયન સમુદાય અને ખાસ કરીને ભારતીય સમુદાયમાં સંમાનનીય સ્થાન ધરાવે છે. તેમના સગા - સ્નેહીઓ અને મિત્રો આજે તેમના જન્મદિવસે તેમના પર (અમેરિકા મો. નં. 914 319 4752 અને ઈમેઈલ - diliproc@gmail.com) શુભેચ્‍છાવર્ષા નો ધોધ વરસાવી રહ્યા છે.

(1:10 pm IST)