Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ભારતના સ્વાતંત્ર્ય દિન 15 ઓગસ્ટથી ' બ્લડ ડોનેશન એન્ડ બોન મેરો ડ્રાયવ ' શરૂ કરવાનું AAPI નું આયોજન : અમેરિકાના 75 શહેરોમાં શરૂ કરાશે : AAPI નવનિયુક્ત પ્રેસિડન્ટ ડો.અનુપમા ગોટિમુકુલાની ઘોષણાં

શિકાગો : ભારતના 75 મા સ્વાતંત્ર્ય દિન 15 ઓગસ્ટથી ' બ્લડ ડોનેશન એન્ડ બોન મેરો ડ્રાયવ ' શરૂ કરવાનું AAPI નું આયોજન છે. જે અમેરિકાના 75 શહેરોમાં શરૂ કરાશે . તેવી ઘોષણાં AAPI નવનિયુક્ત પ્રેસિડન્ટ  ડો.અનુપમા ગોટિમુકુલાએ કરી છે.

1 લાખ જેટલા ઇન્ડિયન અમેરિકન તબીબોનું પ્રતિનિધિત્વ કરતા ઓર્ગેનાઇઝેશન ' અમેરિકન એશોશિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન ( AAPI ) ' ના ઉપક્રમે ' બ્લડ ડોનેશન અને સ્ટેમ સેલ”  પહેલ શરૂ કરાશે .

કોવિદ -19 રોગચાળાએ સમગ્ર વિશ્વને ભરડો લીધો છે તેવા સંજોગોમાં દેશમાં બ્લડની તીવ્ર અછત વર્તાઈ રહી હોવાથી આ નિર્ણય લેવાયો છે.તેવું  પ્રેસ મીડિયાને જણાવાયું હતું.જેનું લોન્ચિંગ 7 ઓગસ્ટ 2021 ના રોજ થશે તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(7:24 pm IST)