Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

કોવિદ -19 સંજોગોમાં એશિયન અમેરિકન સમૂહ ભારતની વહારે : ન્યુ ઇંગ્લેંડ એશિયન અમેરિકન ગ્રુપ 10 લાખ ડોલર ભેગા કરશે : નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન સેવા ઇન્ટરનેશનલ તથા એકલ વિદ્યાલય ફાઉન્ડેશનના માધ્યમથી ભારત મોકલશે

ન્યુઇન્ગલેન્ડ :  કોવિદ -19 સંજોગોમાં ન્યુ ઇંગ્લેંડ એશિયન અમેરિકન ગ્રુપ ભારતની વહારે આવ્યું છે. ભારતીય , ચાઈનીઝ ,સહીત એશિયન અમેરિકનોના બનેલા સંગઠને 10 લાખ ડોલર ભેગા કરી ભારત મોકલવાનું નક્કી કર્યું છે. આ રકમ તેઓ નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન સેવા ઇન્ટરનેશનલ તથા એકલ વિદ્યાલય ફાઉન્ડેશનના માધ્યમથી ભારત  મોકલશે .

ઓર્ગેનાઈઝેશને જણાવ્યા મુજબ તેઓનું  ધ્યાન હાલમાં આરોગ્ય સંકટ દરમિયાન રાહતો પૂરી પાડવા પર છે, પરંતુ લાંબા ગાળાના ધ્યેય તરીકે એશિયન-અમેરિકન લોકોને સંગઠિત કરવાનું  છે . જે દરેક જરૂરિયાતમાં મદદ કરી શકે.

આ એસોસિએશનના સ્થાપક સતીષ ઝાએ કહ્યું કે, જ્યારે પણ અમેરિકા અથવા ક્યાંય પણ મુશ્કેલી પડે ત્યારે એશિયન-અમેરિકનો મદદ કરવામાં મોખરે હોય છે. અમે આ કાર્ય સંગઠિત બનીને  અસરકારક રીતે કરી શકીએ છીએ. તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:15 pm IST)