Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે જો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવશે તો આપણા બાળકો સ્કૂલે નહીં જઇ શકે : ટ્રમ્પના શાસનમાં જાતિવાદી હિંસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે : કોરોના વાઇરસ સામે યોગ્ય પગલાં લેવાને બદલે ચમત્કારની આશા રાખી : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર ભારતીય મૂળના સેનેટર મહિલા સુશ્રી કમલા હેરિસનાચાબખા

કેલિફોર્નિયા : અમેરિકામાં નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં વાઇસ પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર ભારતીય મૂળના સેનેટર  મહિલા સુશ્રી કમલા હેરિસએ પ્રેસિડન્ટ પદના રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ તરીકે જો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવશે તો આપણા બાળકો સ્કૂલે નહીં જઇ શકે . જેના કારણમાં તેમણે કહ્યું હતું કે ટ્રમ્પએ દેશમાં જાતિવાદી હિંસા ફેલાવી દીધી છે.
તેમણે ઉમેર્યું હતું કે જાન્યુઆરી માસમાં કોરોના વાયરસે દેખા દીધી ત્યારે ટ્રમ્પએ આ બાબત ગંભીરતાથી લેવાને બદલે ચમત્કારની આશા રાખી નાગરિકોની જિંદગી હોડમાં મૂકી દીધી હતી.પ્રજાના રક્ષણ મામલે તેઓ બિલકુલ બેદરકાર રહ્યા છે.તેમણે પ્રજાની ભલમનસાઇની અવગણના કરી છે.પ્રેસિડન્ટ પદ માટે સોગંદ લેતી વખતેઈશ્વરની સાક્ષીએ દેશના હિત માટે લીધેલી પ્રતિજ્ઞા ભૂલી ગયા છે.

(1:38 pm IST)