Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

યુ.કે.માં ભારતીય મૂળની મહિલાની હત્યા કરવા બદલ તેના પૂર્વ પતિ અને પુત્રની ધરપકડ : 54 વર્ષીય મહિલા બલવિન્દર ગહિર સોમવારે તેના નિવાસ સ્થાનેથી મૃતક હાલતમાં મળી આવી હતી

લંડન : યુ.કે.ના વેસ્ટ મિડલેન્ડ રીજીયનમાં રહેતી ભારતીય મૂળની  54 વર્ષીય મહિલા બલવિન્દર ગહિર સોમવારે તેના નિવાસ સ્થાનેથી મૃતક હાલતમાં મળી આવી હતી . તેની હત્યાના આરોપી તરીકે તેના પૂર્વ પતિ 57 વર્ષીય  જસબિનદર ગહિર તથા 23 વર્ષીય પુત્ર રોહન ગબીરની ધરપકડ કરવામાં આવી છે.બંનેને 1 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં રજૂ કરાશે ત્યાં સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.

મહિલાને માથામાં થયેલી સખત ઇજાઓને કારણે તેનું સ્થળ ઉપરજ મોત નીપજ્યું હતું . તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(2:05 pm IST)