Gujarati News

Gujarati News

News of Tuesday, 7th December 2021

લોકોના મગજમાં તમારી વાત સરળતાથી ઉતરી જાય તે રીતે રજુઆત કરવાની પધ્ધતિ : સામી વ્યકિત વાત સાંભળવામાં તલ્લીન થઇ જાય તથા અમલ કરવા તૈયાર થઇ જાય તેવી રીતે સંવાદ સાધવાની રીત : યુ.એસ. સ્થિત જોય એકેડેમીના ઉપક્રમે પ ડીસે. ર૦ર૧ ના રોજ વેબિનાર યોજાયો : ડો. શાર્દુલ કનેરીયા તથા સુશ્રી ખ્યાતિ ભટ્ટએ સચોટ માર્ગદર્શન આપ્યું

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી :  સામી વ્યકિત કે સમુહ સાથે વાત કરવાની હેતુ એક સમાન હોય છે. જે મુજબ સામી વ્યકિત તમારી રજુઆત તલ્લીન બનીને સાંભળે, તેના મગજમાં સરળતાપૂર્વક તમારી વાત ઉતરી જાય અને તે મુજબ વર્તવા તે તૈયાર થઇ જાય.

આ માટે યુ.એસ.માં ન્યુજર્સી સ્થિત કાર્યરત જોય એકેડમીના ઉપક્રમે પાંચ ડિસેમ્બર ર૦ર૧ ના રોજ વેબિનારનું આયોજન કરાયું હતું. ૯૦ મિનીટના આ વેબિનારમાં ઓસ્ટ્રેલિયાના એજયુકેશનલ ન્યુ સાયન્સ એકસપર્ટ ડો. શાર્દુલ કનેરીયા તથા સીનીયર ટ્રેઇનર ઓફ સિમ્પલી બોડી ટોક એન્ડ કયુ કિડસની ચિફ કોચ તથા સીઇઓ સુશ્રી ખ્યાતિ ભટ્ટે માર્ગદર્શન આપ્યું હતું.

બંને વકતાઓએ કરેલા ઉદ્બોધન અંતર્ગત બાળકો તથા મોટેરાઓના મગજ કંઇ રીતે કાર્ય કરે છે, કેવીરીતે નવી બાબતો શીખે છે, વધુ તેજસ્વી કેવી રીતે બની શકાય સહિતની બાબતોની છણાંવટ કરી હતી.

ઉપરાંત શિક્ષકો, કોલેજો તથા યુનિવર્સિટીઓ કઇ રીતે સચોટ શિક્ષણ આપી શકે તથા સ્ટુડન્ટસ કઇ રીતે સરળતાપૂર્વક યાદ રાખી શકે છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ડો. શાર્દુલ આ ક્ષેત્રમાં ૧૦ વર્ષ ઉપરાંતનો અનુભવ ધરાવે છે તેમજ ઓસ્ટ્રેલિયન સેકન્ડરી સ્કુલમાં ૬ વર્ષ ઉપરાંતનો અનુભવ ધરાવે છે. તથા સુશ્રી ખ્યાતિ ભટ્ટ ગૂગલ, ડેલોઇટ, અદાણી પાનાસોનિક તેમજ ઇન્ડિયન આર્મી માટે નોન વર્બલ ક્ષેત્રે કામગીરી બજાવી ચુકયા છે. તેમને અનેક રાષ્ટ્રીય ઉપરાંત આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળેલા છે. તેવું જોય એકેડમીના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(9:52 pm IST)