News of Friday, 26th February 2021
અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલેનીયા ટ્રમ્પે દિલ્હીની સરકારી સ્કૂલને યાદ કરી : ગયા વર્ષે ભારતની મુલાકાત વખતે દિલ્હીની સરકારી સ્કૂલથી પ્રભાવિત થયા હતા
વોશિંગટન : અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલેનીયા ટ્રમ્પે દિલ્હીની સરકારી સ્કૂલને યાદ કરી છે.તેઓ ગયા વર્ષે પોતાના પતિ અમેરિકાના તત્કાલીન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ભારતની મુલાકાતે આવ્યા હતા.ત્યારે દિલ્હીની સર્વોદય સરકારી સ્કૂલની મુલાકાત લીધી હતી તથા સ્કૂલની કામગીરીથી પ્રભાવિત થયા હતા.
તાજેતરમાં આ મુલાકાત તથા સંસ્મરણો તેમણે વાગોળ્યા હતા અને આ સ્કૂલના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.
આ તકે સ્કૂલના શિક્ષક મનુ ગુલાટીએ પણ મેલેનીયા ટ્રમ્પનો આભાર માન્યો હતો.તથા બાળકો માટેના તેમના પ્રેમને ટવીટરના માધ્યમથી બિરદાવ્યો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(7:48 pm IST)