એન. આર. આઈ. સમાચાર
News of Sunday, 28th February 2021

અમેરીકામાં નોર્વોક સ્થિત શ્રી રાધાકૃષ્ણ મંદિરના શાસ્ત્રીજી શ્રી ભરતભાઈ રાજગોર તથા શાસ્ત્રીશ્રી નલિનીબેન રાજગોરે કોવિડ ૧૯ માં શરૂ કરી અનોખી જનસેવા

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : અમેરીકામાં  લોસએન્જલસ ના નોર્વોક સ્થિત શ્રી રાધાકૃષ્ણ મંદિરના શાસ્ત્રીજી શ્રી ભરતભાઈ રાજગોર અને શાસ્ત્રી શ્રી નલિનીબેન રાજગોર દ્વારા કોવિડ ૧૯ માં શરૂ કરી અનોખી જનસેવા શરૂ કરાઈ છે.

શ્રી રાધાકૃષ્ણ મંદિર નોર્વોક કેલિફોર્નિયા દ્વારા જ્યાર થી કોવિડ ૧૯ આવ્યું ત્યાર થી (લગભગ માર્ચ ૨૦૨૦ થી ) રોજ સવારે ૭ વાગ્યા થી ૮-૧૦ સુધી મંદિરના શસ્ત્રી શ્રી ભરતભાઈ અને શાસ્ત્રી શ્રી નલિનીબેન રાજગોર દ્વારા ' પ્રાણાયામ અમે યોગ નિદ્રા ' Zoom વેબીનાર દ્વારા તદ્દન ફ્રી માં કરાવવામાં આવે છે.

 ભરતભાઈ જુદી જુદી મ્રુદ્રાઓ અને અલગ અલગ પોઈન્ટ દબાવી વિવિધ પ્રકાર ના પ્રાણાયામ કરાવી કેલિફોર્નિયા,ન્યુજર્સી,ઓહાયો,અને શીકાગો થી રોજ લગભગ ૫૫ થી ૬૫ ભાવિકો આ પ્રાણાયામ નો લાભ લે છે. આ પ્રાણાયામ દ્વારા અનેક ભાવિકોને શારીરિક અને માનસિક લાભો થયા છે. થાઈરોડ - અસ્થમા - કોલોસ્ટ્રોલ - સુગર જેવા રોગો માં ફાયદા થયા છે એટલું જ નહિં અરવાઇન સીટીના એક મુસ્લિમ ભાઈ શબીરજી તો કહે છે કે છેલા ૧૦ વર્ષથી મારા આંગળા વળતા ન્હોતા જેના માટે અનેક ઉપાય કર્યા પણ ફરક પડતો નહોતો. અને ૪ મહિનામાંજ આ પ્રાણાયામ દ્વારા મને ઘણું સારૂ થઈ ગયું છે. ગુજરાતી સિવાય અન્ય ભાષીને સમજાય એ માટે શાસ્ત્રીજી સુચનાઓ માટે હિંદી ભાષાનો પ્રયોગ કરે છે તે ઘણું સારુ કહેવાય.

કોવિડ ૧૯ માં લોકો ડીસ્પ્રેશન માં ના જાય અને સ્વાસ્થ્ય સારૂ રહે તે હેતુથી આ પ્રાણાયામ નો પ્રારંભ કરવામાં આવ્યો છે અને હવે રોજ આ પ્રાણાયામ ની સેવા ચાલું રહેશે.અને આ યોગા કાર્યક્રમ માં  Meeting ID 864 7601 3072 & Passcode  437063 .દ્વારા જોડાઈ શકાશે.તેવું તસ્વિર અને માહિતી શ્રી  નિલેશ પટેલ અને શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયા દ્વારા જાણવા મળે છે.

 

(8:12 pm IST)