એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 1st September 2020

" સુશાંત રાજપૂત આત્મહત્યા કેસ : સુશાંતને ન્યાય મળે તે માટે અમેરિકાના મિસિસીપી ,કેલિફોર્નિયા , તથા જ્યોર્જિયા સહીત અનેક દેશોમાં ચાહકોએ બિલબોર્ડ લગાવ્યા

યુ.એસ. : 14 જૂન 2020 ના રોજ સુશાંત રાજપૂતના અકાળે મોતને  મુંબઈ પોલીસે  આપઘાત ગણાવ્યો હતો .પરંતુ તેના ચાહકો અને મિત્રો દ્વારા ભારત અને વૈશ્વિક સ્તરે ઘણા પ્રશ્નો ઉભા કરાયા  હતા.ખાસ કરીને ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી અગ્રણી , MS ના ગુજરાતી  સમાજના ચીફ ટ્રસ્ટી,શ્રી બાબુ પટેલે 19 ઓગસ્ટ 2020 ના રોજ મિસિસિપીમાં આંતરરાજ્ય 20 (પટેલ બ્રધર્સ સ્ટોર પાછળ) પર બે મોટા બિલબોર્ડ લગાવ્યા, તે જ દિવસે સુપ્રીમ કોર્ટે સીબીઆઈને સુશાંતના  મૃત્યુની તપાસ કરવાની  મંજૂરી આપી.
          રિપબ્લિક ટીવી જોઈને અને સુશાંત સિંહ રાજપૂતને ન્યાયની માંગ કરતી બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતને  સાંભળીને શ્રી પટેલને આમ કરવા પ્રેરણા મળી હતી.છેલ્લાં સિત્તેર દિવસથી ચાલી રહેલી આ તપાસ માટે અર્નબઃ ગોસ્વામી અને તેમની ટીમનો તથા  રિપબ્લિક ટીવી ચેનલનો  તેમજ, બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતનો આભાર માનવા માંગુ છું, જેઓ આ કેસમાં સત્ય બહાર આવે તે માટે પુરુષાર્થ કરવા  મદદરૂપ થયા છે.તેવું શ્રી પટેલે જણાવ્યું હતું .
સુશાંત રાજપૂતના ચાહકો દ્વારા કેલિફોર્નિયા અને જ્યોર્જિયા તેમજ વિશ્વના અન્ય ભાગોમાં ચાહકો દ્વારા પણ સમાન બિલબોર્ડ્સ સ્થાપિત કરવામાં આવ્યા છે.તેવું સુશ્રી નલિની પટેલની યાદી દ્વારા જાણવા મળે છે.

(9:09 pm IST)