એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 30th November 2022

બ્રાહ્મણ સોસાયટી ઓફ ન્યુયોર્કએ 11 નવેમ્બર, 2022 ના રોજ દિવાળી ઉત્સવ નિમિત્તે ગાલા ડિનરનું આયોજન કર્યું : માનનીય અતિથિ તરીકે હાજર રહેલ ડેપ્યુટી કમિશનર ફોર ઇન્ટરનેશનલ અફેર્સ, શ્રી દિલીપ ચૌહાણનું સન્માન કર્યું

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : 1987માં સ્થપાયેલ ન્યુયોર્કની બ્રાહ્મણ સોસાયટી સમુદાયો, યુવાનો અને તેનાથી આગળ સંસ્કૃતિને પ્રોત્સાહન આપતી રહી છે. 11 નવેમ્બર, 2022 ના રોજ આ નોનપ્રોફિટ સંસ્થાએ ગાલા દિવાળી ડિનરનું આયોજન  કર્યું હતું. ન્યુયોર્કની બ્રાહ્મણ સોસાયટીએ તેના લાંબા સમયથી સભ્ય અને માનનીય અતિથિ ડેપ્યુટી કમિશનર ફોર ટ્રેડ, ઇન્વેસ્ટમેન્ટ અને ઇનોવેશન મેયર એરિક એડમ્સ ઓફિસ ફોર ઇન્ટરનેશનલ અફેર્સ, શ્રી દિલીપ ચૌહાણનું સન્માન કર્યું હતું.  

બ્રાહ્મણ સોસાયટી ઓફ ન્યુયોર્ક જરૂરિયાતમંદોને મદદ કરવામાં માને છે, ભૂતકાળમાં સંસ્થાએ અનેક આફતો,સમયે સંસ્થાઓમાં દાન આપ્યું છે. આ વર્ષે, પ્રમુખ શ્રીમતી રૂતા દવેએ ચેરિટી માટે દાનની જાહેરાત કરી, “ધ INN” કે જે ભૂખમરો, ઘરવિહોણા અને તીવ્ર ગરીબી દ્વારા પડકારવામાં આવેલા લોકોને મદદ કરવા માટે આવશ્યક સેવાઓની વ્યાપક વિવિધતા પૂરી પાડે છે.

BSNY ના પ્રમુખ, કુ. રૂતા દવેએ કોટિલિયન ખાતે ગાલા દિવાળી ડિનરને યુવાઓ અને પુખ્ત વયના લોકો માટે પરંપરાગત રંગોળી સ્પર્ધા સાથે ખુલ્લો મુક્યો હતો, ત્યારબાદ મહેમાન અને સ્વયંસેવકોને તેમના સમર્પણ અને સમર્થન માટે માન્યતા આપવામાં આવી હતી. BSNY સમિતિના સભ્યોએ યુવા ક્લબ માટે આપણી સંસ્કૃતિ અને પરંપરાઓને જાણવાની પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. BSNY ના સભ્યો અને મિત્રોએ ડીજે બોબી સાથે ભોજનનો આનંદ માણ્યો અને ડાન્સ કર્યો.

 બ્રાહ્મણ સોસાયટી ઓફ NY યુવાનો અને સભ્યો માટે ટેલેન્ટ શો, પિકનિક વેલેન્ટાઇન ડે સેલિબ્રેશન જેવા કાર્યક્રમોનું આયોજન કરે છે. આ અમારી નિયમિત ધાર્મિક પ્રવૃત્તિઓ જેવી કે મહા શિવરાત્રી પૂજા, ગાયત્રી યજ્ઞ, જનોઈ બદલવાની વિધિ, શ્રી સત્ય નારાયણ કથા, નવરાત્રી અને છેલ્લું દિવાળી ફંક્શન ઉજવે છે.અમે અમારા પૂર્વજોને યાદ કરવા માટે ખૂબ જ વિસ્તૃત શ્રાદ્ધ પૂજા પણ આપી છે. ઉપરોક્ત તમામ ઉપરાંત, અમે માસિક ભજન સંધ્યા પણ રાખીએ છીએ જે કોવિડ-19 પ્રતિબંધોને કારણે ઝૂમ પર છે.તેવું રોઝ એન.વાય.દ્વારા જાણવા મળે છે.

(8:53 pm IST)