એન. આર. આઈ. સમાચાર
News of Friday, 2nd April 2021

' OCI કાર્ડ ધારકો માટે જરૂરી સૂચના ' : ભારત જતી વખતે ફરજીયાત ન હોવા છતાં જૂનો અને નવો બંને પાસપોર્ટ સાથે રાખવા હિતાવહ રહેશે

સાન ફ્રાન્સિસ્કો : તાજેતરમાં  ભારત પ્રવાસના સંદર્ભમાં ભારતીય અમેરિકનોમાં કંઈક મૂંઝવણ ફેલાયેલી છે.જે મુજબ 25 માર્ચે પ્રકાશિત એક મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક ઓસીઆઇ (ઓવરસીઝ સિટીઝન ઓફ  ઇન્ડિયા) કાર્ડધારકોને ત્રીજા દેશોમાં મુસાફરી વખતે  ભારતની ફ્લાઇટમાં બોર્ડિંગની   મંજૂરી નકારાઈ  છે કારણ કે તે ઓસીઆઈ કાર્ડધારકો પોતાનો જૂનો પાસપોર્ટ ઓસીઆઈ કાર્ડ સાથે રાખતા ન હતા.મીડિયા આર્ટિકલમાં  જણાવાયા મુજબ ઓસીઆઈ કાર્ડધારકો જૂના પાસપોર્ટ નંબર ધરાવતા ઓસીઆઈ કાર્ડના આધારે  મુસાફરી કરી રહ્યા હોય તો જૂના અને નવા પાસપોર્ટ બંને સાથે રાખવા  ફરજિયાત છે.

26 માર્ચના રોજ  યુ.એસ.ના સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતીય દૂતાવાસ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે ભારત જતી વખતે ' OCI કાર્ડ ધારકો માટે જૂનો પાસપોર્ટ સાથે રાખવો જરૂરી નથી. જુના પાસપોર્ટ નંબર સાથેનું  ' OCI કાર્ડ તથા નવો પાસપોર્ટ સાથે રાખવાનો રહેશે.

ભલે ભારતીય વિદેશ મંત્રાલય આ નવા નિયમ અંગે વિશ્વભરના ઇમિગ્રેશન અધિકારીઓને જાણ કરશે, તેમ છતાં, હજી પણ થોડીક સંભાવના છે કે કેટલાક દેશમાં કેટલાક અધિકારી જેઓ આ નવા નિયમન સમજવા તૈયાર નહોતા તેઓ  સમસ્યા ઉભી કરી શકે છે.

તેથી  વિમાનમાં મુસાફરી કરતી વખતે તથા લેન્ડિંગ કરતી વખતે ઉભા થતા પ્રશ્નોને નિવારવા માટે હાલની તકે OCI કાર્ડ સાથે જૂનો અને નવો બંને પાસપોર્ટ રાખવા હિતાવહ રહેશે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:24 pm IST)