એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 21st April 2022

પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટી (PSGPC) ના પૂર્વ પ્રમુખ મસ્તાન સિંહના પરિવાર ઉપર હુમલો : બે સભ્યો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ : જમીન વિવાદ અંગે વિરોધી જૂથ સાથે ઝઘડા દરમિયાન ઈજાઓ થઈ હોવાની કેફિયત

લાહોર: પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (PSGPC) ના ભૂતપૂર્વ પ્રમુખ મસ્તાન સિંહના પરિવારના બે સભ્યોને પંજાબ પ્રાંતના નનકાના સાહિબ ખાતે જમીન વિવાદ અંગે વિરોધી જૂથ સાથે ઝઘડા દરમિયાન ઈજાઓ થઈ છે, એમ તેમના સંબંધીએ બુધવારે જણાવ્યું હતું.

પાકિસ્તાની શીખ મસ્તાન સિંહના પરિવારના એક સભ્યએ બુધવારે ટ્વિટર પર એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં એક ઘાયલ શીખ હોસ્પિટલના પલંગ પર સૂઈ રહ્યો છે.

મસ્તાન સિંહના પરિવારના બે સભ્યો મંગળવારે નનકાના સાહિબ (લાહોરથી લગભગ 80 કિમી દૂર)માં તેમની સાથે જમીન વિવાદ ધરાવતા લોકોના હાથે ઘાયલ થયા હતા," મસ્તાન સિંહના સંબંધી મેમપાલ સિંહે પીટીઆઈને જણાવ્યું હતું.

તેણે કહ્યું કે મસ્તાને નનકાના સાહિબના સ્થાનિક રહેવાસી પાસેથી જમીનનો ટુકડો ખરીદ્યો હતો પરંતુ પછીથી જમીન ટ્રાન્સફરનો મુદ્દો બની ગયો. “મંગળવારે, બંને જૂથોમાં ઝપાઝપી થઈ હતી જેમાં મસ્તાનના પરિવારના બે સભ્યોને ઈજા થઈ હતી. જો કે, તેમની સ્થિતિ સ્થિર છે,” મેમપાલ સિંહે કહ્યું અને ગુનેગારો સામે પગલાં લેવાની માંગ કરી છે.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:22 pm IST)