એન. આર. આઈ. સમાચાર
News of Friday, 2nd October 2020

કોવિદ -19 : ઇન્ડિયન અમેરિકન અને સાઉથ એશિયન અમેરિકન નાગરિકો કોરોના વાઇરસથી વધુ સંક્રમિત : આ નાગરિકોમાં ડાયાબિટીસ અને હૃદયરોગનું પ્રમાણ અન્ય નાગરિકો કરતા 4 ગણું વધારે : SAALT નો અહેવાલ

યુ.એસ.: વર્તમાન કોવિદ -19 મહામારીથી સમગ્ર વિશ્વ સંક્રમિત થઇ ચૂક્યું છે.તેવા સંજોગોમાં અમેરિકામાં કોરોના કેસ સૌથી વધુ જોવા મળ્યા છે.તેમાં પણ ત્યાં વસતા ઇન્ડિયન અમેરિકન અને સાઉથ એશિયન અમેરિકન  અન્ય નાગરિકોની સરખામણીમાં આ મહામારીનો વધુ ભોગ બન્યા છે.તેવું સાઉથ એશિયન અમેરિકન લીડીંગ ટુગેધર ( SAALT )  ના અહેવાલમાં જણાવાયું છે.
         સાઉથ એશિયન પ્રજાજનોની વધુ વસ્તી ધરાવતા વિસ્તારો જેવા કે ન્યુયોર્ક ,શિકાગો ,હ્યુસ્ટન ,એટલાન્ટા ,તથા કેલિફોર્નિયા બે એરિયામાં વસતા કોમ્યુનિટી આગેવાનોના ઇન્ટરવ્યૂ દ્વારા મળેલા રિપોર્ટ મુજબ આ વિસ્તારના સાઉથ એશિયન અમેરિકન પ્રજાજનો કોવિદ -19 થી વધુ સંક્રમિત જોવા મળ્યા છે.જેના કારણમાં જાણવા મળ્યા મુજબ તેઓનું ઇમિગ્રેશન સ્ટેટ્સ ,ઘરેલુ હિંસાનું પ્રમાણ ,આરોગ્ય માટેની પૂરતી સુવિધાઓનો અભાવ ,તથા અસલામતીનો માહોલ સહિતની બાબતો જવાબદાર હોઈ શકે.
          બીજા મુખ્ય  કારણમાં જાણવા મળ્યા મુજબ ઇન્ડિયન અમેરિકન તથા સાઉથ અમેરિકન પ્રજાજનોમાં ડાયાબિટીસ તથા હૃદયરોગનું પ્રમાણ અન્ય નાગરિકો કરતા 4 ગણું જોવા મળ્યું છે.જે બાબત પણ કોરોના સંક્રમિત થવા માટે જવાબદાર હોઈ શકે.ઉપરાંત આરોગ્ય ,ફૂડ ,હાઉસિંગ ,તથા એન્વાયરમેન્ટ માટે સરકાર તરફથી મળતી સુવિધાઓ પણ આ લોકો સુધી ઓછી પહોંચે છે.તેવું સર્વે દ્વારા જાણવા મળ્યું હતું.

(8:34 pm IST)