એન. આર. આઈ. સમાચાર
News of Monday, 1st November 2021

આવતીકાલ 2 નવેમ્બરના રોજ ન્યુજર્સીના એડિસનમાં મેયર પદ માટે ચૂંટણી : આ પદ માટેના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન શ્રી સામ જોશીને જીતાડવા ભારતીય મતદારોને અપીલ

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : અમેરિકામાં વસતા ભારતીયોની સંખ્યામાં ગણનાપાત્ર વધારા સાથે રાજકીય જાગૃતિ ,સમજ ,અને પરિપક્વતા પણ વધી રહ્યા છે.છેલ્લા 2 દાયકામાં ભારતીયો સ્થાનિક ,તેમજ રાષ્ટ્રીય સ્તરે તેમની બુદ્ધિમત્તા ,સંઘશક્તિ અને આર્થિક પાવરની પ્રતીતિ કરાવતા જાય છે.પરિણામે અનેક રાજકીય એડમિનિસ્ટ્રેશન ક્ષેત્રે ભારતીયોની નિમણુંકો આની ગવાહી પુરે છે.છતાં ય ભારતીયોમાં જરૂરી સંપ ,એકતા ,અને ઉભી થતી તકો ઝડપી લેવામાં ઉત્સાહ તથા દૂરંદેશીનો અભાવ દ્રષ્ટિગોચર થાય છે.આપણા આંતરિક ગમા અણગમાને બાજુએ મૂકી જે નવી પરિસ્થિતિ નિર્માણ થાય તેમાં સમયસર ગોઠવાઈ જવાની તત્પરતા જેટલી વધુ તેટલી સફળતા વધુ. યહૂદીઓ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

આ વર્ષે નવેમ્બર 2 ,2021 ના રોજ ન્યુજર્સી રાજ્યની એસેમ્બલી તથા સેનેટ, ગવર્નર અને અમુક નગરોના કાઉન્સિલમેનો ,મેયરોની ચૂંટણી આવે છે.ન્યૂજર્સીના સૌથી વધુ વસતી ધરાવતા પાંચમા ક્રમના એડિસન ટાઉનશીપના મેયરની ચૂંટણી ભારતીયો માટે પ્રતિષ્ઠા અને શક્તિનો જંગ છે.કારણકે પહેલી વખત એડિસનના મેયરપદ માટે યુવાન ,ગતિશીલ ,ભારતીય /ગુજરાતી સામ ( સમીપ ) જોષી પ્રાઈમરી અને અન્યત્ર તેમના પ્રતિસ્પર્ધીને હરાવીને પાર્ટીના સત્તાવાર ઉમેદવાર છે. સામાન્યતઃ એડિસન અને ન્યુજર્સી ડેમોક્રેટિક પાર્ટીનો ગઢ ગણાય છે.એટલે સામ જોશી માટે વિજયની ઉજળી તકો હોવા છતાં ભારતીયો અને અન્ય મતદારોમાં સામ જોશી માટેનો ઉત્સાહ હજુ જોવા મળતો નથી.વિશેષમાં કેટલાંક વિરોધી પરિબળો અંદરખાને કાં તો ઉત્સાહી નથી અને તરફદાર નથી.

મિત્રો યાદ રાખજો કે આવી તકો બહુ જૂજ અને જવલ્લે જ આવે છે.આ તો મોસાળમાં જમવાનું અને મા પીરસનારી જેવી વાત છે.ભારતીયો /ગુજરાતીઓ , સાઉથ ઇન્ડિયનોની વર્ષોની જહેમતથી આ તક મળી છે.તો પરસ્પરના મતભેદો વિસરી ,વિશાળ સંખ્યામાં સામ જોશી ( ડેમોક્રેટ તરફી મતદાન કરી ) મેયર તરીકે જીતાડી ભારતીયોની એકતા અને લોખંડી તાકાતને વિશ્વ ફલક પર પેશ કરો.આ વખતે અહીં સામ જોશી છે તો અન્યત્ર અન્ય ભારતીય આવે .તમામ આપણી સંઘશક્તિનું ફરજંદ છે.વગદાર ભારતીય આગેવાનો , બિઝનેસમેનો , પ્રોફેશનલો ,યુવકો /યુવતીઓ ઉઠો ,જાગો ,અને લક્ષ્યાંક પાર પાડો.

એક ફિલ્મનું ગીત યાદ આવે છે. ' અપના  હૈ ફિર ભી અપના , બઢકર ગલે લગા દો , અચ્છા હૈ યા બુરા હૈ ,અપના ઉસે બના લો ' . પ્રમુખ સ્વામી , મહંત સ્વામી ,સંત ,ધીમંત ,શ્રીમંત સહુ સંઘનો મહિમા ગાય છે.

 

સામ જોશી વાસ્તવમાં અમેરિકામાં જન્મેલા , ઉછરેલા ,ભણેલા ,અને એડિસન ટાઉનશીપમાં વર્તમાન કાઉન્સિલમેનોમા વાઇસ પ્રેસિડન્ટ છે.અને ટાઉનશિપની વિવિધ કામગીરીમાં વ્યાપક અનુભવ ધરાવે છે. તેમનો ઉદેશ ટાઉનશીપમાં વધતા જતા પ્રોપર્ટી ટેક્સને રોકવાનો ,એજ્યુકેશન ક્ષેત્રે નવી સુવિધાઓ ઉભી કરવાનો ,તથા ઇન્ફા સ્ટ્રક્ચરને સંગીનતા બક્ષવાનો છે.સમસ્ત નગરજનો માટે સહકાર ,સંઘ દ્વારા નવા કીર્તિમાન ઉભા કરવાનો છે.તેમની સામે મેયર પદના રિપબ્લિકન ઉમેદવાર keith છે.જેઓ અગાઉ પોલીસ ડિપાર્ટમેન્ટમાં હતા.

સામ જોશીને ન્યૂજર્સીના ગવર્નર ફીલ મુર્થી , કોંગ્રેસમેન ફ્રેન્ક પલોન ,વર્તમાન મેયર tom lankey ,તથા સમગ્ર ડેમોક્રેટિક પાર્ટીનું પીઠબળ છે.તેમની પેનલમાં marget ,harris , nishith patel , અને john poyner કાઉન્સિલ માટે ઉભા છે.તો આ સમગ્ર પેનલને જંગી મતે  વિજયી બનાવી ભારતીયોના ખમીર અને એકતાની પ્રતીતિ કરાવજો .

સાથિયો ,વાંચકો , આવી તક વારંવાર આવતી નથી.તો જંગી મતદાન કરજો . આ વખતે સરકારે તા.23 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર અર્લી વોટિંગ માટે સીનીઅર સેન્ટર , 2963 ,વુડવર્થ એવન્યુ એડિસન ન્યુજર્સી ખાતે વ્યવસ્થા કરી છે.તો તેનો પણ લાભ લેજો .તેવું શ્રી ચિંતન સુદર્શનભાઈની યાદી જણાવે છે.

(12:48 pm IST)