લાઈવ મ્યુઝિક, ડાન્સ, ગેઇમ્સ તથા ઈનામોની વણઝાર સાથે આ વર્ષની દિવાળી ઉજવો : ઉપરાંત શુદ્ધ , સ્વાદિષ્ટ ,તથા શાકાહારી અને જૈન ભોજનની પણ વ્યવસ્થા : ડો.વ્યાપ્તિ જોશી એન્ડ ડીવાઇન એન્ટરટેઇનમેન્ટના ઉપક્રમે 5 નવેમ્બર 2021 શુક્રવારના રોજ દુબઇ મુકામે આયોજિત પ્રોગ્રામમાં મનોરંજનની ભરમાર
દુબઇ : આ વર્ષની દિવાળી લાઈવ મ્યુઝિક, ડાન્સ, ગેઇમ્સ તથા ઈનામોની વણઝાર સાથે ઉજવવાનું આયોજન ડો.વ્યાપ્તિ જોશી એન્ડ ડીવાઇન એન્ટરટેઇનમેન્ટના ઉપક્રમે કરવામાં આવ્યું છે. જેમાં શુદ્ધ , સ્વાદિષ્ટ ,તથા શાકાહારી અને જૈન ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
મનોરંજનની ભરમાર સાથે 5 નવેમ્બર 2021 શુક્રવારના રોજ આયોજિત આ પ્રોગ્રામનું સ્થળ ગ્રાન્ડ એક્સેલ્સર હોટલ બોલરૂમ , દુબઇ મુકામે રાખવામાં આવ્યું છે. જે સાંજે 7 - વાગ્યાથી શરૂ થશે. ટિકિટની કિંમત pax દીઠ 120 યુએઈ ડોલર રાખવામાં આવી છે. 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હોલ ભાડું ચૂકવી શામેલ થઇ શકે છે.પ્રોગ્રામમાં જૈન ફૂડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ગેસ્ટ ઓફ ઓનર તરીકે હીઝ હાઈનેસ હમદનની ઓફિસના મેનેજર શેહાબ બિન નૌરી તથા ડેન્યુબ ગ્રુપ ઓફ કંપનીઝના વાઈસ ચેરમેન અનીસ સજન હાજરી આપશે.
બોલરૂમમાં લિમિટેડ સીટ હોવાથી વહેલાસર રજીસ્ટર કરાવી લેવા જણાવાયું છે. જે માટે કોન્ટેક નં 971 50 450 2789 દ્વારા અથવા વ્હોટ્સ એપ દ્વારા સંપર્ક સાધી શકાશે.