News of Thursday, 3rd June 2021
ઇન્ડિયન અમેરિકન વૈજ્ઞાનિકોનું બહુમાન : કેન્સર સંશોધન માટે SAASCR દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરાયા
કેલિફોર્નિયા : સોસાયટી ઓફ અમેરિકન એશિયન સાયન્ટિસ્ટ્સ ઈન કેન્સર રિસર્ચ ( SAASCR ) ના ઉપક્રમે 19 મે ના રોજ ઇન્ડિયન અમેરિકન વૈજ્ઞાનિકોનું બહુમાન કરવામાં આવ્યું હતું. કેન્સર સંશોધન ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર ઇન્ડિયન અમેરિકન ડોક્ટરોને યુનિવર્સીટી ઓફ કેલિફોર્નિયાના નિવૃત પ્રોફેસર તથા SAASCR પ્રેસિડન્ટ ડો.રાજવીર દહીયાના હસ્તે એવોર્ડ એનાયત કરાયા હતા.
એવોર્ડ મેળવનારા વૈજ્ઞાનિકોમાંડો.નીના ભારદ્વાજ, દિપંજન ચૌધરી, સૂર્યનારાયણ વરંભલી, આરતી શુક્લા, કોયમંગલથ કૃષ્ણન, પ્રાણ કે.દત્તા, રાકેશ કે.સિંઘ અને રાજગોપાલ રમેશનો સમાવેશ થાય છે તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.
(6:38 pm IST)