News of Thursday, 3rd September 2020
ભારતની ગ્લોબલ કંપની ' ઇન્ફોસિસ ' 2022 ની સાલ સુધીમાં 12000 અમેરિકન નાગરિકોને નોકરી આપશે : આગામી 5 વર્ષમાં 25 હજાર અમેરિકનોને નોકરી આપવાનો લક્ષ્યાંક
ન્યુયોર્ક : ભારતની ગ્લોબલ સોફ્ટવેર કંપની ' ઇન્ફોસિસ ' 2022 ની સાલ સુધીમાં 12000 અમેરિકન નાગરિકોને નોકરી આપશે તેવું 1 સપ્ટેમ્બરના રોજ કંપનીના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું.જે મુજબ આગામી 5 વર્ષમાં 25 હજાર અમેરિકન નાગરિકોને નોકરી આપવાનો લક્ષ્યાંક છે.
કંપનીના પ્રવક્તા રવિકુમારે ઉમેર્યું હતું કે આ અગાઉ 10 હજાર અમેરિકન નાગરિકોને નોકરી આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.જે પૂરો થઇ ગયો છે.એટલુંજ નહીં 10 હજારની જગ્યાએ 13 હજાર અમેરિકનોને નોકરી આપવામાં આવી છે.
(5:52 pm IST)